બજાર » સમાચાર » કંપની સમાચાર

Matix Fertilisersએ લેન્ડર્સની સાથે 4500 કરોડ રૂપિયાના લોનનું NCLTથી સારૂ કર્યું સેટલમેન્ટ

કંપની દ્વારા લેન્ડર્સને બાકી રકમને બદલે 3,082 કરોડ રૂપિયાની એક વખતની ચુકવણી કરવામાં આવશે.
ના રોજ પ્રકાશિત Tue, 21, 2021 પર 18:30  |  સ્ત્રોત : Moneycontrol.com

એસ્સાર ગ્રુપના ફાઉન્ડર રવિ રુઇયાના જમાઇની કંપરની Matix Fertilisers & Chemicalsએ લેન્ડર્સની સાથે 4500 કરોડ રૂપિયાના દેવાના કેસમાં સમાધાન કર્યું છે. આ માટે કંપનીએ 3,082 કરોડ રૂપિયાની વન-ટાઇમ પેમેન્ટ (OTS) કરી છે. આ હાલના વર્ષોની મોટી OTS ડિલ્સ માંથી એક છે જેમાં તમામ લેન્ડર્સ નેશનલ કંપની લૉ ટ્રાઇબ્યુનલ (NCLT)ના દાયરાથી બહાર તેમના બાકી રકમ પર સમાધાન કરવા માટે સંમત થયા છે.


એક વરિષ્ઠ બેંકના અધિકારીએ નામ ન આપવાની શર્તે જણાવ્યું હતું કે આ સોદો ગયા મહિને કરવામાં આવ્યો હતો. આ ઑફર દરેક 1 રૂપિયા બાકીના 68 પૈસાની ચુકવણી સમાન છે.


કંપની પાસેથી 3,082 કરોડ રૂપિયાની રિકવરી ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં લેન્ડર્સની કમાણીમાં સુધારો કરશે.


Matix Fertilisersને લોન આપવા વાળામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, IDBI બેન્ક, એક્સિસ બેન્ક, સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઑફ બરોડા, યુનિયન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને એક્ઝિમ બેન્ક સામેલ છે.


આ ક્વાર્ટરમાં લેન્ડર્સ માટે આ બીજી સૌથી મોટી રિકવરી હશે. આ ક્વાર્ટરમાં પિરામલ કેપિટલ અન્ડ હાઉસિંગ ફાઇનાન્સ પાસેથી DHFLનું એક્વાયર કરવા માટે 37,250 કરોડ રૂપિયા મેળવવાની આશા છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીની આ સંપૂર્ણ રોકડ ઑફરને ફંડિંગ રૂસના VTB બેન્ક અને Matix Fertilisers Holding Ltdએ કરી છે.


આ સંદર્ભેમાં VTB બેન્ક અને Matix Fertilisersએ મનીકન્ટ્રોલ દ્વારા મોકલવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.