બજાર » સમાચાર » કંપની સમાચાર

પીએનબી કૌંભાંડના આરોપી મેહુલ ચોક્સી પર ભીંસ વધી

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએનબી કૌંભાંડના આરોપી મેહુલ ચોક્સી પર ભીંસ વધી રહી છે. હવે એન્ટીગુઆમાં તે વધુ દિવસ નહિ રહી શકે. એન્ટીગુઆ સરકારે ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે તે એક વાર કાયદાકીય પ્રક્રિયા પુરી થઈ જશે તેના બાદ મેહુલ ચોક્સીને ભારત મોકલી દેશે.


એન્ટીગુઆના પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે એન્ટીગુઆમાં ગુનેગારો અને કૌંભાંડીઓ માટે કોઈ જગ્યા નથી. આ માટે મેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરવામાં આવશે.