બજાર » સમાચાર » કંપની સમાચાર

મેક્સિકો બિઝનેસમાં ઘણી સફળા મળી: તેજસ નેટવર્ક્સ

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 13:28  |  સ્ત્રોત : CNBC-Bajar

તેજસ નેટવર્ક્સના સીઈઓ, સંજય નાયકનું કહેવુ છે કે બીઈએલ તરફતી રૂપિયા 60 કરોડનો ઓર્ડર મળ્યો છે. ક્વાર્ટર 2 ના પરિણામ અનુમાન કરતા ઘણા નબળા રહ્યા છે. આવકમાં 58 ટકા નો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ રૂપિયા 33.5 કરોડના નફા સામો રૂપિયા 4.38 કરોડની ખોટ દર્શાવી છે. સરકારના નબળા આવકના કારણે આવક પર અસર જોવા મળી છે.


સંજય નાયકના મુજબ H1 માં સરકારની આવકમાં 88 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીએસએનએલ અને ભારત નેટ તરફથી કોઇ નવા બિઝનેસની આશા નથી. કંપનીમાં ઓર્ડરબુક રૂપિયા 429 કરોડ પર રહી છે. કંપનીના 30 ટકા ઓર્ડરબુક આવકમાં કન્વર્ટ થશે. H1 નાણાકિય વર્ષ 2020 માં ભારતનું ખાનગી ક્ષેત્ર 67 ટકા વધ્યું છે.


સંજય નાયકના મતે H2 નાણાકિય વર્ષ 2020 વૈશ્વિક બિઝેનસમાં સારો ગ્રોથ થાય તેવી આશા છે. ક્વાર્ટર 2 માં બીએસએનએલ થી 24 કરોડ રૂપિયા ક્લેકટ કર્યા છે. ઇન્વેન્ટ્રી રૂપિયા 222 કરોડથી વધીને રૂપિયા 258 કરોડ પર રહી છે. H1 માં સરકારના બિઝનેસ નબળા રહ્યા છે.


સંજય નાયકનું માનવું છે કે સરકારના બિઝનેસમાં આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીની આફ્રિકામાં 2 માંથી હાલ 5 ઓફિસ ચાલે છે. કંપનીનો આફ્રિકામાં સૌથી વધુ ગ્રોથ આવે છે. કંપનીના મેક્સિકો બિઝનેસમાં ઘણી સફળા મળી છે.