બજાર » સમાચાર » કંપની સમાચાર

મોબીક્વિટીના કારણે ગ્રોથમાં વધારો આવશે: હેક્ઝાવેર

ના રોજ પ્રકાશિત Fri, 09, 2019 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

હેક્ઝાવેરના ઈડી & સીઈઓ, આર શ્રીકૃષ્ણનું કહેવુ છે કે આવક અનુમાન પ્રમાણે રહ્યા જ્યારે માર્જિન અનુમાની સારા રહ્યા છે. માર્જિનમાં ત્રિમાસીક ધોરણે 15-20 bpsનો સુધારો જોવા મળ્યો છે. ગ્રોસ માર્જિન અને ઉપયોગ વધવાને કારણે માર્જિનમાં સુધારો દેખાયો છે. સીસી આવક ત્રિમાસિક ધોરણે 5 ટકા છે. ક્લાઉડ ટેકનોલોજીમાં મોબીક્વિટી આગળ આવી છે.


આર શ્રીકૃષ્ણનું કહેવુ છે કે આ મોબીક્વિટીના હસ્તાંતરણથી કંપનીને નફો થશે. કંપનીએ કારોબાર માટે 2 કરોડ રૂપિયાનો લોન લીધો છે. મોબીક્વિટી ડિજિટલ પ્રોડક્ટ્સ સારી બનાવે છે. જ્યારે કોઇ ટેકનોલોજીમાં હેક્ઝાવેર એનાથી આગળ છે. કંપનીને કારોબારને સારા ગ્રોથની આશા છે. કારોબારમાં 20 ટકા ગ્રોથની આશા છે, આમ પણ મોબીક્વિટીના કારણે ગ્રોથમાં વધારો આવશે.