બજાર » સમાચાર » કંપની સમાચાર

હલચલ વાળા શેર, જાણો શું હતું કારણ

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 16:30  |  સ્ત્રોત : CNBC-Bajar

બજાજ ઑટો
બજાજ ઑટોમાં આજે તેજી જોવા મળી હતી. મહારાષ્ટ્ર સરકારે ટેક્સી અને થ્રી-વ્હીલર્સની પરમિટ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. મુંબઈ ઉપરાંત મોટા શહેરોમાં પરમિટ પરનો આ પ્રતિબંધ હટ્યો છે. આ જાહેરાત શનિવારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેર મુંબઈ, પુણે, નાસિક, નાગપુરમાં 1997માં આ પ્રતિબંધ લાગ્યો હતો. હવે ટેક્સી અને રિક્ષાની પરમિટ આસાનીથી મળી શકશે. થ્રી-વ્હીલર્સમાં બજાજ ઑટો ખૂબ જ મોટું માર્કેટ ધરાવે છે અને એ કારણે આગળ તેમના વેચાણમાં વધારો થવાની પૂરી સંભાવના છે.


ડૉ રેડ્ડીઝ લૅબ
ડૉ રેડ્ડીઝ લૅબમાં આજે ઘટાડો નોંધાયો હતો. જોકે કંપની માટે થોડા રાહતના સમાચાર હતા. કંપનીના યબએસ કારોબાર માટે સૌથી અગત્યના ગણાતા શ્રીકાકુલમ પ્લાન્ટની તપાસમાં ફક્ત એક અવલોકન જ બહાર આવ્યું છે. આ પહેલાંની તપાસમાં 2 અવલોકન જાહેર થયા હતા. જો કે ડૉ રેડ્ડીઝ લૅબમાં આ અવલોકન કઈ બાબતનું છે, એની જાણકારી જાહેર નથી થઈ. ફેબ્રુઆરી 2017 બાદ કંપનીના છઠ્ઠા પ્લાન્ટની પુનર્ચકાસણી કરવામાં આવી છે. આ પહેલાં ફક્ત ડૉક્યુમેન્ટેશનને લગતા સામાન્ય અવલોકનો જ જાહેર થયા હતા.


ડ્રેજિંગ કોર્પ
ડ્રેજિંગ કોર્પમાં આજે જબરજસ્ત તેજી જોવા મળી હતી. સરકારે ડ્રેજિંગ કોર્પ વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગે આ અંગે ડ્રાફ્ટ નોટ તૈયાર કરી છે. જેને હવે સીસીઈએ તરફથી મંજૂરી મેળવવી પડશે. ડ્રેજિંગ કોર્પમાં સરકારનો સમગ્ર હિસ્સો એકસાથે વેચવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. સરકારનો કુલ 73.46 ટકા જેટલો હિસ્સો રહેલો છે. પહેલા બે ભાગમાં હિસ્સો વેચવાનો પ્રસ્તાવ હતો. પણ સરકાર હવે સ્ટ્રૅટેજિક રીતે એક જ ભાગમાં આ હિસ્સો વેચશે.


ન્યુક્લિયસ સોફ્ટવેર
ન્યુક્લિયસ સોફ્ટવેર દ્વારા બાયબૅકની ઘોષણા કરવામાં આવી છે. 33.43 લાખ શૅર્સનું બાયબૅક કરાશે. જે કંપનીના પેડ-અપ ઇક્વિટીના 10.32 ટકા જેટલો હિસ્સો છે. જોકે બાયબૅક 350 રૂપિયા સુધીના ભાવે કરાશે, જે શુક્રવારના ક્લોઝિંગ કરતાં ફક્ત 5 ટકા પ્રીમિયમ પર છે.


લેન્કો ઇન્ફ્રાટેક
લેન્કો ઇન્ફ્રાટેકમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સ્ટૉક લોઅર સર્કિટ પર એના ન્યુનતમ સ્તરે જોવા મળ્યો હતો. જાહેર કરવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા આઈડીબીઆઈ બેન્કને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેમની આગેવાની હેઠળનું કંસોર્શિયમ હોવાને કારણે લેન્ક ઇન્ફ્રાટેક પર પગલાં લેવામાં આવે. લેન્કો ઇન્ફ્રાટેકમાં ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ આ પગલાં લેવામાં આવશે. લેન્કો ઇન્ફ્રા આરબીઆઈ દ્વારા તૈયાર કરેલી 12 ડિફૉલ્ટકર કંપનીઓમાંથી એક છે. લેન્કો ઇન્ફ્રાટેક પર 2017ના અંત સુધીમાં 43,501 કરોડ રૂપિયાનું ઋણ છે. વ્યાજખર્ચ જ્યારે કંપનીના કુલ એબિટડા કરતાં બમણો છે.


વીઆરએલ લૉજિસ્ટિક્સ
વીઆરએલ લૉજિસ્ટિક્સમાં આજે મજબૂતી જોવા મળી હતી. કંપનીએ જાહેર કર્યું છે કે તેમણે સુરતની એક કંપની રાજગ્લોરી ઇન્ફ્રા એલએલપી સાથે ટ્રાન્સશિપમેન્ટ યાર્ડના બાંધકામ માટે કરાર કર્યો છે. જમીનની ખરીદી અને શિપયાર્ડના બાંધકામ માટે આ કરાર કરાયો છે. આ કરાર 83 કરોડ રૂપિયામાં થયો છે. વીઆરએલ લૉજિસ્ટિક્સ ગુડ્સ ટ્રાન્સપોર્ટેશનમાં કાર્યરત છે.


કેર્ન ઇન્ડિયા
ઈન્કમ ટેક્સ વિભાગે કેર્ન ઈન્ડિયાને નોટિસ જાહેર કરીને શેર હોલ્ડર્સને થયેલા નુકશાનની ભરપાઈ કરવા કહ્યું છે. 16 જૂનના જાહેર કરેલ આ નોટિસ મુજબ કેર્ન ઈન્ડિયાએ 10.4 કરોડ ડૉલરની રકમ રોકાણકારોને ચુકવવી પડશે. આ મામલે અંતિમ સુનવણી જાન્યુઆરી 2018માં થશે.


રિલાયન્સ ઈન્ફ્રા
દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશનને સુપ્રિમ કોર્ટ તરફથી રાહત નથી મળી. સુપ્રિમ કોર્ટે ડીએમઆરસીને રિલાયન્સ ઈન્ફ્રાને 60 કરોડના બાકી લેણાં ચુકવવા આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે ડીએમઆરસીની અરજીને ફગાવતાં આ રકમ એક સપ્તાહમાં ચુકવવા આદેશ કર્યો છે.


ઈરોસ ઈન્ટરનેશનલ
ઈરોસ ઈન્ટરનેશનલે તુર્કીની પાના ફિલ્મસ સાથે 2 ફિલ્મ બનાવવા માટે કરાર કર્યો છે. આ ફિલ્મોમાં ભારત અને તુર્કીના ટોપ એક્ટર્સ કામ કરશે. ફિલ્મમાં ભારત અને તુર્કી બંને દેશોની સંસ્કૃતિ બતાવવામાં આવશે. સાથે જ ફિલ્મનું શુટિંગ બંને દેશમાં થશે, અને બંને દેશની ભાષા પણ બતાવાશે.


એલએન્ડટી ઇન્ફોટેક
2231ના ઓર્ડર મળ્યા બાદ આજે એલએન્ડટીના શેરમાં અંદાજે પોણા ટકાની તેજી જોવા મળી હતી. આ ઉપરાંત કંપનીએ ડિવિડન્ડ પર પણ સ્પષ્ટતા જાહેર કરી છે. કંપનીએ કહ્યું છે કે 24 ઓગષ્ટ સુધીમાં રોકાણકારોને પ્રતિ શેર રૂપિયા 21 ડિવિડન્ડ આપવામાં આવશે.