બજાર » સમાચાર » કંપની સમાચાર

એચએસસીસી ઇન્ડિયાને ખરીદશે એનબીસીસી

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 16:06  |  સ્ત્રોત : CNBC-Bajar

એનબીસીસી સરકારી કંસલ્ટન્સી કંપની એચએસસીસીમાં સંપૂર્ણ ભાગીદારી ખરીદશે. આ ડીલ રૂપિયા 285 કરોડમાં થશે. પાછલા વર્ષે ઓક્ટોબરમાં સરકારે કંપનીમાં ભાગીદારી વેચવા માટે બોલીઓ મંગાવી હતી. એચએસસીસી હેલ્થકેર સેક્ટરને કન્સલટન્સી સેવા ઉપ્લબ્ધ કરાવનાર કંપની છે.


સરકારની વિનીવેશ યોજના મુજબ એચએસસીસીને વેચવામાં આવી રહી છે. આ વર્ષે સરકારને વિનીવેશ દ્વારા રૂપિયા 80 હજાર કરોડ ભેગા કરવાની યોજના છે, જેમાં અત્યાર સુધી રૂપિયા 9 હજાર કરોડનો લક્ષ્યાંક પ્રાપ્ત થયો છે.