બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાકિય વર્ષ 2020 માટે નવા ઓર્ડર વધ્યા: આઈટીડી સિમેન્ટેશન

ના રોજ પ્રકાશિત Mon, 16, 2019 પર 13:13  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈટીડી સિમેન્ટેશનના સીએફઓ, પ્રસાદ પટવર્ધનનું કહેવુ છે કે કંપનીને રૂપિયા 1,100 કરોડનો ઓર્ડર મળ્યો છે. દિલ્હીમાં કોલોનીના રિડેવલપમેન્ટ માટે ઓર્ડર મળ્યો છે. પ્રોજેક્ટ આવનારા 2 વર્ષમાં પૂર્ણ થશે. માર્જિન મરાઈન ઓર્ડર કરતા ઓછુ છે. નાણાકિય વર્ષ 2020નું આઈટીડી ઓર્ડર ઈન્ફ્લો રૂપિયા 4,000 કરોડ પર છે. ઓર્ડરબુક રૂપિયા 12,000 કરોડ પર છે.


પ્રસાદ પટવર્ધનનું કહેવુ છે કે કંપનીના ઓર્ડરબુકમાં મરાઈનનું 25 ટકા યોગદાન કર્યું છે. કંપનીનું રૂપિયા 500-600 કરોડનું દેવુ છે. બેંગલુરૂ મેટ્રો પ્રોજેક્ટ નાણાકિય વર્ષ 20 સુધીમાં પૂર્ણ થશે. નાણાકિય વર્ષ 2020માં આવક 15-20 ટકા વધવાની આશા છે.