બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાકિય વર્ષ 2020 સુધી નવા રીસોર્ટ્સ બનશે: મહિન્દ્રા હોલિડેઝ

ના રોજ પ્રકાશિત Thu, 20, 2019 પર 13:16  |  સ્ત્રોત : CNBC-Bajar

મહિન્દ્રા હોલિડેઝના એમડી એન્ડ સીઈઓ, કવિન્દ્રર સિંઘનું કહેવુ છે કે ઇન્ટરનેશનલમાં મોમેન્ટમ સારી જોવા મળી છે. અમારી પાસે 3595 રૂમ છે. એક્સપાન્શન રૂમ એડિશનમાં 500 રૂમ વધારીશું. મેમ્બર બેઝ વધશે તેમ અમારી આવક અને નફામાં ગ્રોથ જોવા મળશે. અમારી કંપનીના રીસોર્ટ્સમાં સારી ડિમાન્ડ જોવા મળી રહી છે. દેશ વિદેશોમાં રીસોર્ટ્સની ડિમાન્ડ વધી રહી છે.


કવિન્દ્રર સિંઘનું કહેવુ છે કે એવરેઝ યુનિટ રિયલ અનુભૂતિની ફી 3.50 લાખ સુધી રાખી છે. રીસોર્ટ્સમાં સારી અને સસ્તી સ્કીમથી ગ્રાહકોનો વધારો જોવા મળશે. અમારા કંપનીમાં કુલ રૂમ 3595 અને રીસોર્ટ્સ 61 છે. આગળ રૂમ અને રીસોર્ટ્સનો વધારો જોવા મળશે. અમારી કંપની ગોવામાં નવો રીસોર્ટ્સ બનાવી રહી છે. કેરલામાં પણ 56 રૂમ વાળો નવો રીસોર્ટ્સ બનાવી રહ્યા છે.