બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં 10-20%ની ગ્રોથની આશા: લિબર્ટી શુઝ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 13:22  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંકીય વર્ષ 2019ના પહેલા ક્વાર્ટરમાં લિબર્ટી શૂઝનો નફો 109% વધીને 2.26 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાંકીય વર્ષ 2018ના પહેલા ક્વાર્ટરમાં લિબર્ટી શૂઝનો નફો 1.08 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાંકીય વર્ષ 2019ના પહેલા ક્વાર્ટરમાં લિબર્ટી શૂઝની આવક 20% વધીને 146.15 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાંકીય વર્ષ 2018ના પહેલા ક્વાર્ટરમાં લિબર્ટી શૂઝની આવક 121.9 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં લિબર્ટી શૂઝના એબિટડા 8.83 કરોડ રૂપિયાથી વધીને 10.23 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં લિબર્ટી શૂઝના એબિટડા માર્જિન 7.2 ટકા થી ઘટીને 7 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે લિબર્ટી શુઝના સીઈઓ, આદેશ ગુપ્તાએ કહ્યું કે નાણાકિય વર્ષ 2018ના પરફોર્મન્સના મોમેન્ટમની સરખામણી થોડી નરમાશ જોવા મળી છે. નાણાકિય વર્ષ 2018માં ફુટવેર વોલ્યુમ ગ્રોથ 30 ટકાની આસપસા હતું, જે આ વખતે 12.5 ટકા રહી છે. જીએસટીમાં રૂપિયા 1000 સુધીના ભાવના ફુટવેર પર દર ઘટવા કંપની માટે પોઝિટિવ સાઇન જોઇએ.


આદેશ ગુપ્તાનું કહેવુ છે કે પહેલા ત્રિમાસિક પરિણામ બાદ આ વર્ષ માટેનો ટ્રેન્ડ સારો લાગી રહ્યો છે. નિકાસ અને બિઝનેસ-ટુ-બિઝનેસમાં ઓર્ડરબુક સારી વૃધ્દ્રિ બતાવી રહી છે. ગયા વર્ષના મોમેન્ટમ તરફ ફરી નિકાસના ઓર્ડર પહોંચે એવો વિશ્વાસ છે. રૂપિયા 1000થી વધુ કિમતના ફુટવેરમાં પણ દર ઘટાડવાની અપીલ કરી છે. જીએસટીમાં દર ઘટાડાનો લાભ વેચાણમાં થયો છે.


આદેશ ગુપ્તાનું કહેવુ છે કે નિકાસમાં ગયા વખતે 30 ટકાનો ઘટાડો હતો, જે માંથી હવે રિકવરી દેખાઇ રહી છે. ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સૌથી સારી ગ્રોથ જોઇ રહ્યા છીએ. 2018ના વર્ષમાં 3 નવી બ્રૅન્ડ લૉન્ચ કરી છે. કંપની પર લાંબા ગાળાનું કોઇ ઋણ નથી. ઋણ ઓછું હોવાથી કોસ્ટ ઓફ કેપિટલ પણ સ્થિર છે. કંપનીમાં ગત ક્વાર્ટર કરતા આ ક્વાર્ટરમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે.


આદેશ ગુપ્તાનું કહેવુ છે કે કંપનીના ટોપ લાઇનેમાં 20 ટકા જેટલી ગ્રોથ છે. કંપનીના એક્સપોર્ટમાં સારો ઓર્ડર મળ્યો છે. ગત વર્ષે 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીમાં એક્સપોર્ટમાં સુધારો જોવા મળશે. કંપનીમાં 25-30 ટકા સુધીની ગ્રોથની આશા છે.