બજાર » સમાચાર » કંપની સમાચાર

આગળ વધુ 90 હોટેલ્સનો ઉમેરો કરવાની યોજના: રોયલ ઓર્કિડ

ના રોજ પ્રકાશિત Wed, 03, 2019 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

રોયલ ઓર્કિડના સીએફઓ, અમિત જેસવાલનું કહેવુ છે કે કંપનીની 50થી વધુ પ્રોપર્ટીઝ છે. આગળ વધુ 90 હોટેલ્સનો ઉમેરો કરવાની યોજના છે. કંપની આગળ વધુ 450-500 રૂમનો ઉમેરો પણ કરશે. આ ક્વાટરમાં પવઇ જમીનનો કરાર થવાની પણ આશા છે. ડિમાન્ડ વધી રહી છે અને ઈન્ડસ્ટ્રીનું ગ્રોથ થયું છે. હાલ સપ્લાય નથી વધતી એટલે ડિમાન્ડ વધી રહી છે.


અમિત જેસવાલના મતે હાલ ઇન્ડસ્ટ્રીમાં સારો કામ કરી રહી છે. હાલ ઇન્ડસ્ટ્રી 70-75 ટકા ઓક્યુપાન્સી વિસ્તર્યું છે. રેટ વધવાનું ચાલું થઇ ગયું છે. ડિમાન્ડ વધી રહી છે પણ સપ્લાય નથી. દર વર્ષે 10-12 રેટ વધી રહ્યા છે. છેલ્લા વર્ષે એવરેજ રેટ 3800નો હતો. અમારુ એવરેજ રેટ 10 ટકા વધી છે. અમારુ એડીઆર વધે તો અમારા નફામાં ગ્રોથ જોવા મળે છે.


અમિત જેસવાલનું માનવુ છે કે અમારુ ખર્ચ પણ વધારે છે. અમારી હાલ 51 હોટલ કાર્યરત છે. અમારી 9 હોટલ પાઇપલાઇનમાં છે. અમારુ લક્ષ્યાંક 100 હોટેલ્સ બનાવવાનું છે. મહારાષ્ટ્ર સહિત કર્ણાટક અને મધ્યપ્રદેશમાં હોટેલ્સ ખુલશે. પશ્વિમ ક્ષેત્રમાં આમારૂ વધારે ફોકસ છે. ગોવા વાળી હોટલથી ઘણો ફાયદો થાય છે. જયપુર બિઝનેસમાં ઘટાડો થાય છે. પરંતુ 2 વર્ષ સુધીમાં જયપુર બિઝનેસ પણ ફાયદો કરાવશે.


અમિત જેસવાલનું કહેવુ છે કે હોટલ સારૂ કરશે તો એફએમબી પણ સારૂ કરશે. અમારૂ એફએમબી બિઝનેસ હંમેશાથી સારૂ રહ્યું છે. સરકારથી જીએસટી ઘટાડવા અપીલ કરી છે. અમારી ડેટનું વ્યાજ ઓછું થયું છે. ટોપલાઇન બોટમલાઇનમાં પ્રોજેક્શનતો થતા રહે છે. અમારી 3850 કરોડની એબિટડા હતી.