બજાર » સમાચાર » કંપની સમાચાર

આવતા વર્ષે નફામાં વદારો આવશે: બજાજ કૉર્પ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 14:11  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ કૉર્પનો નફો 8.9 ટકા વધીને 60.1 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ કૉર્પનો નફો 55.2 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ કૉર્પની આવક 10.6 ટકા વધીને 230 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ કૉર્પની આવક 208 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોમ્બર-ડિસેમ્બર ક્વાર્ટરમાં બજાજ કૉર્પના એબિટડા 67.8 કરોડ રૂપિયાથી વધીને 71.5 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોમ્બર-ડિસેમ્બર ક્વાર્ટરમાં બજાજ કૉર્પના એબિટડા માર્જિન 32.6 ટકાથી મામૂલી ઘટીને 31.1 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા બજાજ કોર્પના એમડી, સુમિત મલ્હોત્રાએ કહ્યું છે કે 15 જાન્યુઆરીથી કંપનીનું નામ બદલાશે. 15 જાન્યુઆરીથી નવું નામ બજાજ કન્ઝયુમર કેર કરશે. એક મહિનામાં કંપનીના શેરમાં 12 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કંપની પાસે લગભગ 400 કરોડનુ રોકડ છે. નોમાર્કસનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. નોમાર્કસમાં ઓક્ટોબર-નવેમ્બરમાં સારો ગ્રોથ મળ્યો છે. આવતા વર્ષે આવા કરતા વધારે નફો જોવા મળશે.