બજાર » સમાચાર » કંપની સમાચાર

કોરોનાની સાથે જીવવાની કોશિશ શરૂ, ઑટો કંપનીઓએ ઑનલાઈન બુકિંગ શરૂ કર્યુ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 14:33  |  સ્ત્રોત : Moneycontrol.com

લૉકડાઉનના ચોથા ચરણ શરૂ થતા જ સરકારે આર્થિક ગકિવિધિઓ શરૂ કરવાની છૂટ આપી હતી. ઈકોનૉમીને પાટા પર લાવવાની કોશિશ હેઠળ ઑટો કંપનીઓએ પણ કમર કસી લીધી છે. લૉકડાઉનની વચ્ચે કેટલીક ઑટો કંપનીઓને ડિજિટલ પહેલ શરૂ કરી દીધી છે. નસાને પણ કંઈક આ રીતની પહેલ કરી છે. કંપનીએ ગુરૂવારના જણાવ્યુ કે કોરોનાવાયરસ મહામારીની વચ્ચે ગ્રાહક ઑનલાઈન બુકિંગ કરી શકે અને ગાડી ખરીદી સકે, તેના માટે ઑનલાઈન સર્વિસ આપવામાં આવી રહી છે.

નિસાને ઈન્ડિયાએ તમને જણાવ્યુ કે કંપનીના SUV ફિક્સ અને Datsun રેંજની બુકિંગ ઑનલાઈન કરી શકાય છે. કંપનીના એમડી રાકેશ શ્રીવાસ્તવે કહ્યુ કે ડિઝિટલ શોરૂમના દ્વારા ગ્રાહકોને જોડવા ઇચ્છે છે એટલે કે નવી ગાડીઓ ખરીદી શકે.

બીજી બાજુ જગુઆર લેંડ રોવર, ઈન્ડિયાએ પણ જણાવ્યુ કે કોરોના વાયરસ અને લૉકડાઉનના લીધેથી તેને પોતાની ઑનલાઈન સેવાઓ વધારી છે. JLR ટાટા મોટર્સની કંપની છે. ટાટા મોટર્સ પહેલા જ ઑનલાઈન વેચાણ શરૂ કરી ચુકી છે. કંપનીઓ પોતાની વેબસાઈટ પર ઑનલાઈન સેવાઓ શરૂ કરવાની પેશકશ કરી છે.

JLR ઈન્ડિયાના ચેરમેન અને એમડી રોહિત સૂરીએ કહ્યુ કે કંપની હવે પોતાના ગ્રાહકોને Social Distancing ની સાથે સુરક્ષિત માહોલ આપવા માટે તૈયાર છે. કંપનીના 24 શહેરોમાં 27 ઑર્થરાઈઝ્ડ આઉટલેટ્સ છે.