બજાર » સમાચાર » કંપની સમાચાર

ઓમ બિરલા બન્યા લોકસભાના નવા સ્પીકર

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 12:58  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજસ્થાનના કોટાથી સાંસદ ઓમ બિરલાની 17મી વાર લોકસભાના નવા સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે. લોકસભામાં તમામ રાજનૈતિક પક્ષોએ સર્વસંમતિથી ઓમ બિરલાને લોક સભાના સ્પીકર તરીકે ચૂંટ્યા છે.


પીએમ મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યાર બાદ એનડીએના તમામ રાજનૈતિક પક્ષોની સાથે કોંગ્રેસે પણ ઓમ બિરલાના નામને સમર્થન આપ્યું હતું અને પછી લોકસભાના નવા સ્પીકર તરીકે ઓમ બિરલાના નામની ઘોષણા કરવામાં આવી. આ પ્રસંગે પીએમ મોદીએ પણ ઓમ બિરલાને શુભેચ્છાઓ પણ પાઠવી.