સ્માર્ટફોન નિર્માતા OnePlus નવી દિલ્હીમાં 7મી ફેબ્રુઆરીએ યોજાનારી આગામી ક્લાઉડ 11 ઇવેન્ટમાં OnePlus 11 લોન્ચ કરવા જઈ રહી છે. આ સાથે, કંપની ઇવેન્ટમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 11R રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. આ બે ડિવાઇસ સિવાય, કંપની OnePlus Buds Pro 2, OnePlus TV 65 Q2 Pro અને કીબોર્ડ પણ રજૂ કરવા જઈ રહી છે. ટીઝર ઇમેજ સિલ્વર કલર સ્કીમ સિવાય OnePlus 11R વિશે વધુ જણાવતી નથી.
OnePlus 11Rના સંભવિત સ્પેશિફિકેશન
OnePlus 11R ને Snapdragon 8+ Gen 1 SoC દ્વારા LPDDR5 RAM અને UFS 3.1 સ્ટોરેજ સાથે આવી શકે છે. હેન્ડસેટમાં 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી પેક આપવાની અપેક્ષા છે. હેન્ડસેટ OxygenOS 13 સાથે Android 13 પર ઓપરેટ થાય છે. OnePlus 11R માં 120Hz રિફ્રેશ રેટ અને 1.5K રિઝોલ્યુશન સાથે 6.7-ઇંચની AMOLED ડિસ્પ્લે હોય તેવી શક્યતા છે. ફોનમાં ટોચ પર 16MP સેલ્ફી કેમેરા સાથે કર્વ સ્ક્રીન હોવાની પણ અપેક્ષા છે. OnePlus 11R 50 MP Sony IMX766 પ્રાઇમરી સેન્સરનો ઉપયોગ કરાયો જે 8 MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 2 MP મેક્રો યુનિટ સાથે જોડાયેલ છે.
OnePlus TV 65 Q2 Pro
OnePlus TV 65 Q2 Q2 કંપનીનું સેકન્ડ જનરેશન 65-ઇંચનું ફ્લેગશિપ સ્માર્ટ ટીવી હશે. તેમાં QLED ડિસ્પ્લે ટેક્નોલોજી હશે. OnePlus તરફથી આ Q સીરીઝ સ્માર્ટ ટીવી પ્રીમિયમ સ્માર્ટ ટીવી એક્સપિરિયન્સ માટે જોરદાર સાઉન્ડ ક્વોલિટી અને Dolby Vision અને Dolby Atmos જેવા ફિચર્સથી સજ્જ હોવાની અપેક્ષા છે.
વનપ્લસ બડ્સ પ્રો 2
OnePlus Buds Pro 2 એ સેકન્ડ જનરેશનના પ્રીમિયમ ઇન-ઇયર TWS સ્ટાઇલ ઇયરફોન હશે. ટીઝર મુજબ, બડ્સ પ્રો 2માં ડાયનાઓડિયો ટ્યુનિંગ દર્શાવવામાં આવશે અને તેની બેટરી લાઇફ ઇમ્પ્રુવ કરી હોવાની અપેક્ષા છે.