રૅમન્ડના ગ્રુપ સીએફઓ, અમિત અગ્રવાલનું કહેવું છે કે આ ત્રિમાસિકમાં આવક સૌથી વધારે રહેતી જોવા મળી રહી છે. પાછલાં વર્ષની સરખામણીમાં નેટ ઇનકમમાં 68 ટકાનો ગ્રોથ થતો જોવા મળી રહ્યો છે. બધાં સેગ્મેન્ટમાં સારી એવી વૃધ્ધિ જોવાં મળી છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં રેવેન્યૂમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.
અમિત અગ્રવાલના મતે બધા સેક્ટરના સારા પ્રદર્શનથી આવક વધી રહી છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં બહુ સારો ગ્રોથ આવ્યો છે. કંપનીનાં માર્જિનમાં સારો સુધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીનાં માર્જિનમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. કોસ્ટની ઉપર ફોક્સના લીધે માર્જિનમાં સ્થિરતાં આવી રહી છે.
અમિત અગ્રવાલનું અનુસાર 15 ટકા પર એબિટડા માર્જિન સ્થિર રહી છે. આવતા 5 થી 6 મહિના માટે ઑડર બુક ફૂલ છે. રિયલ એસ્ટેટ અને ગારમેન્ટ બિઝનેસમાં હાલ નાણા રોકવા પડશે. બાકી કેશ ફ્લો દેવું ઘટાડવામાં જશે. રિયલ એસ્ટેટ અમારો કોર બિઝનેસ બનતું જાય છે.
અમિત અગ્રવાલનું કહેવું છે કે અમે જોઇન્ટ ડેવલ્પમેન્ટમાં આગળ વધવા માંગીએ છીએ. અમે બજેટથી બહુ સંતુષ્ટ છીએ. સ્લેબની સ્કીમથી લોકોને ખૂબ રાહત મળશે. હાઉસિંગ સ્કીમથી લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધશે.