બજાર » સમાચાર » કંપની સમાચાર

ભારે ખોટથી મુશ્કેલીમાં Paytm

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 10:04  |  સ્ત્રોત : CNBC-Bajar

વિજય શેખર શર્મા એક બાજૂ યસ બેન્કમાં હિસ્સો ખરીદવાની વાત કરી રહ્યા છે પરંતુ તેમની પોતાની કંપની Paytm પહેલાથી જ મુશ્કેલીમાં છે. Paytmની પેરેન્ટ કંપની વન 97 કમ્યુનિક્શન્સને પાછલા નાણાંકીય વર્ષમાં ભારે ખોટ ગઇ હતી. કંપનીને લગભગ 4,217 કરોડનું નુકસાન થયું હતું.


આમાં પેટીએમ મની, પેટીએમ ફાઇનાન્શિયલ, પેટીએમ એન્ટરટેનમેન્ટના આંકડાઓ સામેલ છે. કંપનીની કુલ આવક 8.2%થી વધીને 3,579 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે પરંતુ બીજી બાજુ ખર્ચ બે ગણો થઇને 7,730 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.