બજાર » સમાચાર » કંપની સમાચાર

એફએમસીજી કંપની બનાવાની યોજના: જીએનએપસી

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 13:19  |  સ્ત્રોત : CNBC-Bajar

જીએનએફસી કેમિકલ્સ, ફર્ટિલાઇઝર અને આઈટી સેક્ટમાં કામ કરે છે. એક મહિનામાં કંપનીએ શૅરોમાં 34% નો ઉછાળો દેખાયો છે. જોકે, ગત 2 મહિનામાં કંપનીના શૅરોમાં 53% નો વધારો દેખાયો છે. તો, આ વર્ષે આ શૅર 130% વધ્યો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 193% વધ્યો છે.


સીએનબીસી-બજાર સાથે વાત કરતા જીએનએફસીના એમડી રાજીવકુમાર ગુપ્તાએ કહ્યું કે આવક 90% હિસ્સો કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર થી આવે છે. દાહેજ અને ભરૂચમાં કંપનીના 2 પ્લાન્ટ છે. કંપનીના ઉત્પાદન ક્ષમતા 70 ટન જેટલી છે.


રાજીવકુમાર ગુપ્તાએ આગળ બતાવ્યું કે ટીડીઆઈ કંપનીની મખ્ય કેમિકલ પ્રોડક્ટ છે અને એની કિમતો પણ વધી રહી છે, કંપનીના ટીડીઆઈ ઉત્પાદન પ્લાન્ટની ક્ષમતા યૂટિલાઇજેશન પણ ઘણો વધી રહ્યો છે. કંપની લગભગ 66 દેશો માં ટીડીઆઈ એક્પોર્ટ કરે છે.


કંપની નીમ કોટિંગ અને નીમના પ્રોડક્ટ પર પણ ફોકસ કરી રહી છે. કંપની નીમ સાબુ, નીમ શેમ્પૂ, નીમ હૅન્ડવાશ અને નીમ માસ્ક્યૂટો રિપૉનન્ટ માર્કેટમાં લાવી રહી છે. કંપનીને આશા છે કે આ વર્ષે નીમ પ્રોડક્ટ થી લગભગ 50 કરોડ રૂપિયા ની આવક થશે. કંપનીનું લક્ષ્ય છે કે એવતા 5 વર્ષમાં નીમની એફએમસીજી કંપની બનાવી 500 કરોડ રૂપિયાનીઆવક મેળવી શકે છે.