બજાર » સમાચાર » કંપની સમાચાર

નવા રિસોર્ટને વધારવાની યોજના: મહિન્દ્રા હોલિડેઝ

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં મહિન્દ્રા હોલિડેઝને 23.9 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં મહિન્દ્રા હોલિડેઝનો નફો 1.6 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં મહિન્દ્રા હોલિડેઝની આવક 7.7 ટકા વધીને 555.7 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં મહિન્દ્રા હોલિડેઝની આવક 515.8 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં મહિન્દ્રા હોલિડેઝના એબિટડા 25.8 કરોડ રૂપિયાથી વધીને 99.6 કરોડ રૂપિયા થઈ ગયા છે. વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં મહિન્દ્રા હોલિડેઝના એબિટડા માર્જિન 5 ટકા થી વધીને 17.9 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચિત કરતા મહિન્દ્રા હોલિડેઝના એમડી અને સીઈઓ, કવિંદર સિંહે કહ્યું છે કે આ ક્વાર્ટર કંપની માટે સારો રહ્યો છે. કંપનીના પ્રોફીટમાં વધારો થયો છે. કંપનીએ આ ક્વાર્ટરમાં 3905 મેમ્બર્સ ઉમેર્યા છે. કેરલા, કુર્ગમાં વરસાદને કારણે ઓક્યુપન્સી ઓછી થઇ છે. કંપની પાસે 3600 રૂમ છે. કંપનીની ગણપતિ કુલે પાસે નવા રિસોર્ટની યોજના છે. ગત વર્ષ કરતા આ વર્ષમાં પ્રોફિટ વધી ને 36 કરોડ રૂપિયા નો થયો છે. કંપનીમાં માર્જિનમાં પણ વધારો થયો છે.