બજાર » સમાચાર » કંપની સમાચાર

આવતી દિવાળી સુધીમાં નવા પ્લાન્ટની શરૂઆતની યોજના: એસ્ટ્રલ પોલિ ટેકનિક

ના રોજ પ્રકાશિત Mon, 04, 2019 પર 13:38  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલિ ટેકનિકનો નફો વધીને 82.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલિ ટેકનિકનો નફો 45.1 કરોડ રૂપિયા રહ્યા હતા.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલિ ટેકનિકની આવક 8.46 ટકા વધીને 678.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલિ ટેકનિકની આવક 625.4 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલિ ટેકનિકના એબિટડા 24.16 કરોડ રૂપિયાથી વધીને 121.8 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલિ ટેકનિકના એબિટડા માર્જિન 15.59 ટકાથી વધીને 17.96 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચિત કરતા એસ્ટ્રલ પોલીટેકનિકના સીએફઓ, હિરાનંદ સાવલાનીએ કહ્યું છે કે કંપનીનો નવો પ્લાન્ટ ભુવનેશ્વરમાં આવી રહ્યો છે. જે પ્લાન્ટ આવતી દિવાળી સુધીમાં શરૂ કરવાની યોજના છે. આ સમેયમાં પ્રોડક્ટની ડિમાન્ડ સારી છે જેના પરિણામા 17 ટકા વોલ્યુમ ગ્રોથ થયો છે અને લગભગ 14 ટકા વોલ્યુમ ગ્રોથ થઇ છે. બીજા ક્વાર્ટરમાં ડિમાન્ડ સારી રહી છે.