બજાર » સમાચાર » કંપની સમાચાર

પીએનબી: ક્રેડિટ સુઇસે ન્યુટ્રલ રેટિંગ આપ્યું

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 16:45  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએનબીમાં આજે જબરજસ્ત ઘટાડો હતો. ગઈ કાલે કંપનીએ જાહેર કરેલા ખરાબ પરિણામ બાદ બ્રોકરેજ હાઉસ દ્વારા મોટા ડાઉનગ્રેડ આવ્યા છે. ક્રેડિટ સુઇસે આઉટપરફોર્મથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે. સાથે જ લક્ષ્યાંક 188થી ઘટાડી 88 રૂપિયા કરવામાં આવ્યો છે.


ક્રેડિટ સુઈશ દ્વારા બેલેન્સશીટ પર ઘણા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જ્યારે નોમુરાએ ન્યુટ્રલથી રેટિંગ ઘટાડી REDUCEની સલાહ આપી છે. લક્ષ્યાંક પણ 115 રૂપિયાથી ઘટાડી 75 રૂપિયા કર્યો છે. તેમના મતે બેન્કની એસેટ ક્વૉલિટી અનુમાનથી વધુ ખરાબ થઈ છે.