બજાર » સમાચાર » કંપની સમાચાર

પીએનબીમાં મોટુ કૌભાંડ, 177 કરોડ ડૉલરનું ફર્ઝી ટ્રાન્ઝેક્શન

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 13:05  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએનબીમાં આજે મોટા ઘટાડા સાથે કારોબાર છે. બેન્કે જાણકારી આપી છે કે મુંબઈની એક બ્રાન્ચમાં નકલી અને બિનસત્તાવાર ટ્રાન્ઝેક્શન થયા છે. આ ટ્રાન્ઝેક્શનની કુલ કિંમત 1.77 બિલ્યન ડૉલર્સ છે.


એટલે કે રૂપિયામાં આ કિંમત 11,000 કરોડને પાર છે. અમુક ખાતાધારકોને લાભ થાય એ માટે બેન્કના ટ્રાન્ઝેક્શન્સ થયા છે એમ બેન્કે કહ્યું છે.


જો કે બેન્કે આ ખાતાધારકોના નામ હજી જાહેર નથી કર્યા. બેન્કે આ અંગે જાણકારી આર્થિક મામલાની સરકારી સંસ્થાઓને આપી દીધી છે. આ અંગે નાણાં મંત્રાલયના અધિકારીએ કહ્યું છે કે કેસમાં જરૂરી પગલાં તેઓ લઈ રહ્યા છે.