બજાર » સમાચાર » કંપની સમાચાર

અમારા ઓર્ડરનું પ્રોજેક્શન રૂપિયા 1500: પીએસપી પ્રોજેક્ટ્સ

ના રોજ પ્રકાશિત Tue, 17, 2020 પર 13:28  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં પીએસપી પ્રોજેક્ટ્સનો નફો 73.8 ટકા વધીને 36.5 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં પીએસપી પ્રોજેક્ટ્સનો નફો 21 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં પીએસપી પ્રોજેક્ટ્સની આવક 61.5 ટકા વધીને 423.1 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં પીએસપી પ્રોજેક્ટ્સની આવક 262 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં પીએસપી પ્રોજેક્ટ્સના એબિટડા 36.6 કરોડથી વધીને 54 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં પીએસપી પ્રોજેક્ટ્સના એબિટડા માર્જિન 14 ટકાથી વધીને 12.8 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા PSP પ્રોજેક્ટ્સના ચેરમેન અને એમડી, પી એસ પટેલે કહ્યું છે કે પરિણામ ગાઇડલાઇન પ્રમાણે રહ્યું છે. અમારા ઓર્ડરનું પ્રોજેક્શન રૂપિયા 1500 હતું. પ્રોજેક્શન પ્રમાણે ઓર્ડર પૂર્ણ કર્યા છે. અમારૂ 2020 સુધીનો પ્રોજેક્શન હતું. સરાકારી પ્રોજેક્સ અમારી કંપનીને મળતા જ હોય છે.