બજાર » સમાચાર » કંપની સમાચાર

રાણા કપૂર Yes Bank માં પોતાની પૂરી ભાગીદારી Paytm ને વેચશે

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 10:02  |  સ્ત્રોત : Moneycontrol.com

યસ બેન્કમાં રાણા કપૂર પોતાની ભાગીદારી વેચી શકે છે. મની કન્ટ્રોલ અનુસાર હિસ્સો વેચવા માટે Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્મા સાથે વાતચીત ચાલી રહી છે. રાણા કપૂર પોતાનો અને પોતાના પરિવારની ભાગીદારી લગભગ 2000 કરોડ રૂપિયામાં વિજય શેખર શર્માને વેચી શકે છે.


યસ બેન્કના કો ફાઉન્ડર રહેલા રાણા કપૂર અને તેમના પરિવારની બેન્કમાં લગભગ 9.64% ભાગીદારી છે. જેનો 69% ભાગ Reliance Nippon AMCની પાસે ગિરવી છે. રાણા કપૂર અનુસાર હિસ્સો વેચાણ માટે Reliance Nippon AMC પાસેથી મંજૂરી મળી ગઇ છે.


જો કે યસ બેન્ક તરફથી આવતા નિવેદન પ્રમાણે તેમણે આ વાતને નકારી છે અને હાલ રિલાયન્સ નિપ્પોન AMC સાથે કોઇ ચર્ચા ન થતી હોવાની વાત કરી.