બજાર » સમાચાર » કંપની સમાચાર

RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક 4 ઑગસ્ટથી, intrest Rateમાં ઘટાડાની સંભાવના ઓછી

ના રોજ પ્રકાશિત Mon, 03, 2020 પર 16:32  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ-RBI)ની નાણાકીય નીતિ સમિતિ (monetary policy Committee-MPC)ની બેઠક આવતીકાલે એટલે કે 4 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. આ બેઠકમાં નીતિગત દરો પર નિર્મય કરવામાં આવશે. MPCની આ આ બેઠક એવા સમયે થવાની છે જ્યારે કોરોના વાયરસ (Coronavirus)થી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)ને રિવાઇવ કરવા માટે પગલા ભરવાની જરૂર છે. આરબીઆઈ ગવર્નર શક્તિકિંતા દાસ (RBI Governor Shaktikanta das)ની અધ્યક્ષતામાં MPCની બેઠકમાં લીધેલા નિર્ણયોની જાહેરાત 6 ઓગસ્ટે કરવામાં આવશે, જેની બજાર દ્વારા રાહ જોવાઇ રહી છે.


ઉદ્યોગ મંડલ કોર્પોરેટ લોનની રિસ્ટ્રક્ચરિંગ (Corporate loan restructuring)ની માંગ કરી રહ્યા છે. જો કે, આ સપ્તાહ થવા વાળી બેઠકમાં વ્યાજ દર (intrest rate)માં ઘટાડો થવાની સંભાવના વિશે નિષ્ણાતો એકમત નથી. તેમનું માનવું છે કે કોવિડ -19 (Covid-19) દ્વારા થતી આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે વર્તમાન પરિસ્થિતિયોમાં કોર્પોરેટ લોન રિસ્ટ્રક્ચરિંગ વધુ જરૂરી છે.


છૂટક મોંઘવારી દરને વધારી પડકાર


લોકડાઉનને કારણે માંગમાં ઘટાડો થયો હોવા છતાં માંસ, માછલી, અનાજ અને કઠોળના ભાવમાં ભારી વધારો થયો છે. આને લીધે, ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મુદ્રાસ્ફીતિ (Retail inflation) જૂનમાં 6.09 ટકા પર પહોંચી ગયો છે. આને કારણે RBI પર મોંધવારી દરને કાબૂમાં રાખવાની અતિરિક્ત દબાણ છે. RBIના કેન્દ્ર સરકારએ ખુદરા મુદ્રાસ્ફીતિ દર 4 ટકા મર્યાદામાં રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. રિઝર્વ બેન્ક મુખ્યત્વે નાણાકીય નીતિ નક્કી કરતી વખતે CPI પર ધ્યાન રાખે છે. ફિક્કી (FICCI)ના નિષ્ણાતોનું કહેવું છે કે વધતી રિટેલ મોંઘવારીના કારણે RBI માટે ઇકોનૉમિક ગ્રોથ (Economic growth) પર ફોકસ કરવું સૌથી મોટો પડકાર હશે.


ઘણી બેન્કોએ ઘટાડ્યો વ્યાજ દર


સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)ના સંશોધન રિપોર્ટ ઇકોરેપમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી પછી રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બેન્કોએ પણ નવી લોન પર 0.72 ટકા સુધી વ્યાજને સસ્તો કર્યો છે. કેટલીક મોટી બેન્કોએ 0.85 ટકા સુધીનો લાભ ગ્રાહકોને આપ્યો છે. જો કે, કેટલીક બેન્કો સહિતના નિષ્ણાતોના એક વિભાગનું માનવું છે કે RBI આ વખતે પણ ઓછામાં ઓછા 0.25 ટકાનો વ્યાજ દર ઘટાડી શકે છે.