બજાર » સમાચાર » કંપની સમાચાર

RBI એ HDFC બેન્ક પર કડક, મહત્વના પદોની ભર્તી પર લગાવ્યો પ્રતિબંધ

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 13:51  |  સ્ત્રોત : Moneycontrol.com

HDFC બેન્કે આદિત્ય પુરીના ઉત્તરાધિકારીના રીતે બે લોકોના નામ RBI ને મોકલ્યા હતા. જેના પર RBI એ પોતાનો નિર્ણય ટાળી દીધો છે.

HDFC બેન્કના બોર્ડે ગત વર્ષ નવેમ્બર મહીનામાં શશિધર જગદીશનને એડિશનલ ડાયરેક્ટર અને ભાવેશ ઝવેરીને એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરની ઉપાધી પર નિયુક્ત માટે પ્રસ્તાવ આપ્યો હતો. જેની મંજૂરી માટે RBI ની પાસે મોકલવામાં આવ્યા હતા.

બેન્કે આ મહત્વના પદોની નિયુક્તીઓને આરબીઆઈએ પરત કરી દીયદા છે અને કહ્યુ છે કે નવા એમડી અને સીઈઓના પદ સંભાળવાની બાદ જ તેની સમીક્ષા કરો ત્યાર બાદ જ અમારી પાસે મોકલો.

બેન્કે પોતે રજુ કરેલા બયાન પર કહ્યુ કે 7 એપ્રિલના આરબીઆઈથી જે જવાબ આવ્યો છે તેમાં આરબીઆઈએ બેન્કોને સલાહ આપી છે કે આ વર્ષના અંત સુધીમાં નવા એમડી અને સીઈઓ ના પદ ગ્રહણ કર્યાની બાદ સમીક્ષા કરી ત્યાર બાદ અમને મોકલો.

બેન્કે કહ્યુ છે કે શશિધર જગદીશન અને ભાવેશ ઝવેરી એનુઅલ જનરલ મીટિંગની ઘોષણા સુધી બેન્કના બોર્ડમાં એડિશનલ ડાયરેક્ટર બનેલા રહેશે.

સૂત્રોનું કહેવુ છે કે જો ભારતીય રિઝર્વ બેન્ક સીઈઓ પદ માટે ઝવેરી કે જગદીશનની નિયુક્તી કરી દેશે તો બેન્ક મુશ્કેલીમાં ફંસાઈ શકે છે.

આ કેસમાં એક વ્યક્તિનું કહેવુ છે કે RBI જે પગલા ઉઠાવી રહ્યા છે તે સાચા છે. તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં ભાવેશ ઝવેરી આઈટી અને કેશ મેનેજમેન્ટના ગ્રુપ હેડ છે. તેની સાથે જ શશિધર જગદીશને બેન્કિંગ સેક્ટરના 29 વર્ષના અનુભવ છે. તે વર્તમાન સમયમાં ફાઈનાન્સ, એચ.આર, લીગલ, એડમિનિસ્ટ્રેશન, ઈન્ફાસ્ટ્રક્ચરના ગ્રુપ હેડ છે.