બજાર » સમાચાર » કંપની સમાચાર

RBIના નિયમોને કારણે પ્રોવિઝનિંગમાં વધારો કરવો પડ્યો, એનાથી અકાઉન્ટમાં નુકસાનની સંભાવના નથી: Bank Of Barod

ના રોજ પ્રકાશિત Tue, 11, 2020 પર 12:57  |  સ્ત્રોત : CNBC-Bajar

પહેલા ક્વાર્ટરમાં Bank of Barodaને 864.3 કરોડનું નુકસાન થયું છે. CNBC-TV18માં બેન્કનો 433.2 કરોડ રૂપિયાનો નફો થવાનો અનુમાન લગાવ્યો હતો. ત્યારે ગયા વર્ષે આ ક્વાર્ટરમાં બેન્કને 709.6 કરોડ રૂપિયાનો નફો થયો હતો.


પહેલા ક્વાર્ટરમાં Bank Of barodaની વ્યાજની આવક 6,816.1 કરોડ રૂપિયા હતી. CNCB-TV18ના પોલમાં બેન્કની વ્યાજની આવક 6,810.6 રહેવાનું અનુમાન લગાવામાં આવ્યો છે. ત્યારે જ ગયા વર્ષે આ ક્વાર્ટરમાં બેન્કની વ્યાજની આવક 6,496 કરોડ રૂપિયા હતી. ક્વાર્ટરના આધાર પર બેન્કની Gross NPA 9.40 ટકાની સામે 9.39 ટકા રહી છે. રૂપિયાની દ્રષ્ટિએ જોઇએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં Bank Of Barodaનું Gross NPA 69381.4 કરોડ રૂપિયાની મુકાબલે 69132 કરોડ રૂપિયા રહી છે.


ક્વાર્ટરના આધાર પર બેન્કનું Net NPA 3.13 ટકા કરતા 2.38 ટકા રહ્યા છે. રૂપિયા પર નજર કરો તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં Bank of Barodaનું Net NPA 21576.6 કરો રૂપિયાથી ઘટીને 19449.7 કરોડ રૂપિયા રહ્યા છે.


Bank of Barodaએ આ ક્વાર્ટરમાં લગભગ 5600 કરોડની પ્રોવિઝનિંગ કરી છે. જો કે, સીએનબીસી-બજાર એક્સક્લૂઝિવ વાતચીતમાં બેન્કના MD & CEO sanjiv Chadhaએ કહ્યું છે કે ડરવાની કંઈ વાત નથી. RBIના નિયમોને કારણે, પ્રોવિજનિગ વધારો કરવો પડશે, જે આગળ રાઇટ બેન્ક આવશે. કોવિડને કારણે Provision વધી છે. કેટલીક ઇન્ટરનેશનલ લોન પર પણ provision વધારી છે. આગળ જાઇને 2-3 લોનની રાઇટ બેક થવાની આશા છે. ટેક્નિકલ કારણોસર કેટલીક પ્રોવિઝનિંગ કરવામાં આવી છે. એનાથી અકાઉન્ટમાં નુકસાનની સંબાવના નથી. આજની પ્રોવિઝન ભવિષ્યમાં રિકર્વનું કામ કરશે.