બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણકીય વર્ષ 2019માં રિકવરીની આશા: દ્વારિકેશ શુગર

ના રોજ પ્રકાશિત Fri, 02, 2018 પર 12:02  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરનો નફો 73.1 ટકા ઘટીને 8.1 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરનો નફો 30.1 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરની આવક 16.4 ટકા ઘટીને 264.5 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરની આવક 317 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરના એબિટડા 34.6 કરોડ રૂપિયાથી ઘટીને 20 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરના એબિટડા માર્જિન 10.9 ટકા થી ઘટીને 7.5 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા દ્વારિકેશ શુગરના એમડી, વિજય બંકાએ કહ્યું કે કંપનીમાં દબાણ જોવા મળ્યો છે. ક્વાર્ટર 2 માં કંપનીમાં પ્રોડક્શન ન થાય. કંપનીમાં ખર્ચા વધે છે. અમારી કંપનીની ખાંડ સરકારના નક્કી કરાયા ભાવ પર વેચે છે. એના કારણે દબાણ જોવા મળ્યો છે. આવનારા સમયમાં સારો પ્રદર્શન જોવા મળી શકે છે. આગળા ગ્રોથ અને પ્રોફીટમાં વધારાની આશા છે. કંપનીમાં રિકવરી નોર્થ ઇન્ડિયામાં વધારો જોવા મળી રહી છે. નાણાકિય વર્ષ 2019માં સારી રિકવરી જોવા મળી શકે છે. દિવાળી પર કંપનીનાં પ્રોડક્શન શરૂ થાશે.