બજાર » સમાચાર » કંપની સમાચાર

Redmi 9i ભારતમાં થયું લોન્ચ, 5,000mAhની બેટરી, જાણો તેની અન્ય ફીચર્સ

ના રોજ પ્રકાશિત Tue, 15, 2020 પર 18:16  |  સ્ત્રોત : Moneycontrol.com

દેશમાં Xiaomiએ મંગળવારે Redmi 9i લોન્ચ કરી છે. તેની શુરૂઆતી કિંમત 8,299 રૂપિયા છે. Redmi 9i સિરીઝનો લેટેસ્ટ ફોન છે. આ Xiaomiની Redmi 9 સીરીઝનું ભારતીય બજારમાં ચોથા સ્માર્ટફોન છે. આ પહેલા Redmi 9, Redmi 9A અને Redmi 9 Prime લોન્ચ કરવામાં આવ્યા છે. Redmi 9i ખૂબ જ પોસાય સ્માર્ટફોન છે. તેમાં નૉચ ડિસ્પ્લે, મોટી બેટરી, એક રીયર કેમેરા અને ઑક્ટા-કોર મીડિયાટેક પ્રોસેસર મળે છે. કલરના અનુસાર જોઇએ તો એમાં 3 અલગ-અલગ કલર આવે છે.


કિંમત (Price)


Redmi 9iની શરુરૂઆતી કિંમત 8,299 રૂપિયા છે. આ કિંમત 4 GB RAM અને 64 GB સ્ટેરેજ લેરિઅનેટની છે. ગ્રાહક 4 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટને 9,299 રૂપિયામાં ખરીદી શકાય છે. સ્માર્ટફોન મિડનાઇટ બ્લેક, સી બ્લ્યૂ અને નેચર ગ્રીન કલરમાં મળશે. Redmi 9iનું સેલ 18 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ (Flipkart), Mi.com અને Mi હેમ સ્ટોર્સમાં શરૂ થશે.


Redmi 9i specifications


ડ્યુઅલ-સિમ Redmi 9i, Android 10 પર આધારિત MIUI 12 પર ચાલે છે. ફોનમાં 6.53 ઇંચની એચડી + (720x1,600 પિક્સેલ્સ) ડિસ્પ્લે છે, 1,500: 1 કોન્ટ્રાસ્ટ રેશિયો અને 19.5: 9 આસ્પેક્ટ રેશિયો સાથે. ફોનમાં ઑક્ટા-કોર મીડિયાટેક હીલિઓ G25 પ્રોસેસર અને 4 GB રેમ આપવામાં આવ્યું છે.