બજાર » સમાચાર » કંપની સમાચાર

ભારતમાં ઓછી થઈ Redmi K20 Pro ની કિંમત, જાણો તેમાં શું છે ખાસ

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 11:57  |  સ્ત્રોત : Moneycontrol.com

શાઓમીના Redmi K20 Pro ની કિંમતોમાં અસ્થાઈ કપાત કરવામાં આવી છે. હવે ભારતમાં Redmi K20 Pro ના 6GB + 128GB મૉડલ 24,999 રૂપિયામાં મળશે. પહેલા આ ફોનની કિંમત 26,999 રૂપિયા હતી. Xiaomi India ના CEO મન કુમાર જૈનએ ટ્વીટ કરીને Redmi K20 Pro ની કિંમતોમાં કપાતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે કંપનીએ અસ્થાઈ રૂપથી આ ફોનમાં જીએસટીના લીધેથી થયેલા વધારામાં કપાત કરી દીધી છે. તેમણે જણાવ્યુ કે કંપનીએ અસ્થાઈ રૂપથી આ ફોનમાં જીએસટીના લીધેથી થયેલા વધારામાં કપાત કરી દીધી છે. તેના લીધેથી જ આ ફોનની કિંમત 24999 રૂપિયાથી વધીને 26999 રૂપિયા થઈ ગઈ હતી. આ ફોનના 8GB + 256GB મૉડલ પ્રોમોશન ડિસ્કાંઉટનો હિસ્સો નથી. તેની કિંમતમાં કોઈ કપાત નહી થાય આ ફોન 29,999 રૂપિયામાં જ મળશે. આ ફોનના 6GB + 128GB મૉડલ પર ટેંપરોરી પ્રાઈઝ કટ ઑફર 13 જુલાઈ સુધી લાગૂ રહશે.

Redmi K20 Pro ની ખાસિયત

Redmi K20 Pro માં 1080* 2340 રિજોલ્યૂશન અને 19.5:9 એકસપેક્ટ રેશ્યોની સાથે 6.39 ઈંચ ફુલ એચડી+હોરીઝોન એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં આ ડિસ્પ્લે ફિંગર પ્રિંટ સ્કેનર આપવામાં આવ્યા છે. આ ફોનમાં ક્યાંય નૉચ કે કટઆઉટ નથી, તેનાથી બચવા માટે ફોનમાં 20 એમપીના pop-up કેમેરો આપવામાં આવ્યો છે.

તેમાં 2.84GHz Snapdragon 855 Octa-core પ્રોસેસરની સાથે ગ્રાફિક્સ માટે Adreno 640GPU આપવામાં આવ્યા છે. Redmi K20 Pro ના ટૉપ મૉડલમાં 8GB RAM ની સાથે 256GB ઈંટરનલ મેમોરી આપવામાં આવી છે. તેમાં 27W સોનિક-ચાર્જિંગ સપોર્ટની સાથે 4,000 mAh ની બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં બેક સાઈડમાં ટ્રેપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે જેના પ્રાઈમરી કેમેરા 48MP f/1.75 Sony IMX586 શૂટર છે. બીજા બે કેમેરા 13 એમપી અને 8 એમપીના છે.