બજાર » સમાચાર » કંપની સમાચાર

રિલાયન્સ કમ્યુનિકેશન્સ: સંપત્તિ વેચવા પર પ્રતિબંધિત કરી

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 16:29  |  સ્ત્રોત : CNBC-Bajar

રિલાયન્સ કમ્યુનિકેશન્સમાં આજે ઘટાડા સાથે કારોબાર હતો. સુપ્રીમ કોર્ટ તરફથી કંપનીને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કંપનીને સંપત્તિ વેચવા પર પ્રતિબંધિત કરી છે. એનસીએલએટી એટલે કે નેશનલ કંપની લૉ એપલેટ ટ્રિબ્યુનલથી રિલાયન્સ કમ્યુનિકેશન્સને ટાવર એસેટ્સ વેચવા મંજૂરી મળી હતી.


જોકે એનો વિરોધ કરતાં એચએસહીસી અને અમુક માઇનૉરિટી શૅરહોલ્ડર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી બાદ સુપ્રીમે આ નિર્ણય જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કંપનીએ ઑપ્ટિકલ ફાઇબર કારોબાર વેચવા રિલાયન્સ જીયો સાથે કરાર કર્યો છે.