બજાર » સમાચાર » કંપની સમાચાર

રિલાયન્સ ઈન્ફ્રાએ એનટીપીસીના પ્રોજેક્ટ માટે બોલી લગાવી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:49  |  સ્ત્રોત : CNBC-Bajar

સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર રિલાયન્સ ઈન્ફ્રાએ હરિયાણા એનટીપીસીના ઈપીસી પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવી છે. હરિયાણા સ્થિત ઝજ્જરમાં એનટીપીસીના ઈપીસી પ્રોજેક્ટની ઓર્ડર વેલ્યું રૂપિયા 567 કરોડ છે.


ઝજ્જર પ્રોજેક્ટ એનટીપીસીના 3x500 એમડબલ્યૂ પાવર પ્લાન્ટના એફજીડી કામ માટે છે. એફજીડી એટલે ફ્લુ-ગેસ ડિસફ્યુરાઇઝેશન. રિલાયન્સ ઈન્ફ્રાની સાથે એલએન્ડટી, ભેલ અને મિત્સુબિશી હિતાચીએ પણ બોલીઓ લગાવી હતી.