બજાર » સમાચાર » કંપની સમાચાર

lockdown ને જોતા રિલાયન્સ જીઓએ મોબાઇલ ગ્રાહકોને આપી મોટી રાહત

ના રોજ પ્રકાશિત Tue, 31, 2020 પર 17:00  |  સ્ત્રોત : CNBC-Bajar

લોકડાઉન જોઈને રિલાયન્સ જિઓએ પણ તેના મોબાઇલ ગ્રાહકોને રાહત આપી છે. રિલાયન્સ જિઓ ફોનનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે વેલિડિટી 17 એપ્રિલ સુધી વધારીમાં આવી છે, જ્યારે ગ્રાહકોને 100 મિનિટનો ટોક ટાઇમ અને 100 એસએમએસ પણ મફત આપવામાં આવ્યું છે. જ્યારે સ્માર્ટફોન યૂઝર માટે કંપની હવે કૉલિંગ અને એસએમએસ દ્વારા પણ રિચાર્જ કરવાની સુવિધા આપી રહી છે.


કંપનીએ લોકડાઉનના કારણે મોબાઇલ પ્રીપેઇડ અને મોબાઇલ ગ્રાહકોને રાહત આપી છે. JIO ફોનના 9-10 કરોડ ગ્રાહકોને રાહત મળી છે. JIO તરફથી સ્માર્ટફોન ગ્રાહકોને રિચાર્જ કરવા માટેના 4 વિકલ્પો મળશે. સ્માર્ટફોન ગ્રાહકો JIO APP, PAYTM, ATM અને SMS દ્વારા રિચાર્જ કરી શકશે.


કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને આખા દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, જેના પછી લાખો લોકો તેમના ઘરોમાં બંધ છે. લોકડાઉનમાં લોકોને થઇ રહી મુશ્કેલીને જોતાં તમામ કંપનીઓ આગળ આવી રહી છે. આ કડીમાં રિલાયન્સ જિઓએ પણ તેના ગ્રાહકોને JIO APP, PAYTM, અને SMS ઉપરાંત એટીએમથી પણ રિચાર્જ કરવાની સુવિધા આપી છે. હવે JIO નું કોઇ પણ યૂઝર નજીકના એટીએમ પર જઈને પોતાનો મોબાઇલ રિચાર્જ કરી શકે છે. બાકીની ટેલિકોમ કંપનીઓએ પણ 17 એપ્રિલ સુધી વેલિડિટી વધારી છે અને રિચાર્જ માટે આ બધા વિકલ્પો આપ્યા છે.