બજાર » સમાચાર » કંપની સમાચાર

સ્ટ્રેસ્ડ એસેટ્સમાં રિઝોલ્યુશન અપેક્ષા કરતાં ધીમુ: રનવીત ગીલ

ના રોજ પ્રકાશિત Tue, 01, 2019 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

યસ બેન્કના એમડી એન્ડ સીઈઓ રનવીત ગીલે નેટવર્ક સાથે વાત કરતાં કહ્યુ કે, એસેટ ક્વોલિટીમાં સ્થિરતા અને કોસ્ટ ઓફ ફંડને અંકુશમાં રાખવા પર ભાર છે સાથે તેમણે જણાવ્યુ કે જેટલું બની શકે એટલુ કેપિટલને વધારવાની કોશિશ ચાલુ રહેશે અને કેપિટલ ગ્રોથ થવી જરૂરી છે.

રવનીત ગીલના મતે સ્ટ્રેસ્ડ એસેટ્સમાં રિઝોલ્યુશન અપેક્ષા કરતાં ધીમુ રહ્યુ છે. એસેટ ક્વોલિટીમાં સ્થિરતા અને કોસ્ટ ઓફ ફંડને અંકુશમાં રાખવા પર વધુ ભાર છે. યસ બેન્ક હાલમાં પ્રાઈવેટ ઇક્વિટી, સ્ટ્રેટેજીક રોકાણકારો સાથે વાત કરી રહી છે. ભારતની અમુકા પારિવારીક બિઝનેસ ધરાવાતા લોકો સાથે પણ વાત ચાલુ છે. જેટલું બની શકે એટલુ કેપિટલને વધારવાની કોશિશ ચાલું છે, કેપિટલ ગ્રોથ જરૂરી છે.