બજાર » સમાચાર » કંપની સમાચાર

RIL AGM: COVID-19 સંકટમાં દરેક કર્મચારીએ નિભાવી ભૂમિકા, મહામારીમાં માનવતાને રાખી સર્વોપરી: મુકેશ અંબાણી

મુકેશ અંબાણી એ કહ્યુ કે મહામારીની બાવજૂદ FY21 માં કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે.
ના રોજ પ્રકાશિત Thu, 24, 2021 પર 15:00  |  સ્ત્રોત : Moneycontrol.com

RIL ની 44 મી AGM નું શુભારંભ થઈ ગયુ છે. AGM માં શેરધારકોને સંબોધિત કરતા કહ્યુ રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સૌથી પહેલા કોરોનાની જંગમાં જીવ ગુમાવેલા લોકોને શ્રદ્ઘાંજલી આપતા કહ્યુ કે કોરોનામાં આપણા લોકોને ગુમાવતા પરિવારોથી તેમને સહાનુભૂતિ છે. તેમણે આગળ કહ્યુ કે અમે દેશી ચિંતા કરીએ છે. અમે પોતાના કર્મચારીઓની ચિંતા કરીએ છે અને આ સિદ્ઘાંતની હેઠળ અમે કોરોના મહામારીમાં માનવતાને સર્વોપરી રાખી.

તેમણે આગળ કહ્યુ કે મહામારીની બાવજૂદ FY21 માં કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે. કંપની માટે માનવતાની રક્ષા કરવી કારોબારથી વધારે મહત્વની છે. આપણી આ જ ફિલોસોફીની હેઠળ કંપનીએ આકરા સમયમાં માનવતાની રક્ષાના દરેક પ્રયાસ કર્યા છે.

શેરધારકોને સંબોધિત કરતા કહ્યુ RIL ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે કોવિડ-19 સંકટ કાળમાં કંપનીના દરેક કર્મચારીએ પોતાની ભૂમિકા નિભાવી છે તેમણે કહ્યુ કે આવી ટીમને લીડ કરવામાં ગર્વ મહેસૂસ થાય છે. મુશ્કેલીના સમયમાં પણ RIL નું પ્રદર્શન સારૂ રહ્યુ છે. FY21 માં કંપનીના કંસોલિડેટ આવક 5.4 લાખ કરોડ રૂપિયા રહી છે. આ વર્ષ કંપનીના નફામાં પણ વર્ષના આધાર પર 34.8 ટકા વધીને 53,739 કરોડ રૂપિયા રહ્યા છે. અમારા કર્મચારીઓના યોગદાનના ચાલતા આ પડકારભર્યા માહોલમાં પણ અમે શાનદાર પ્રદર્શન કરવામાં કામયાબ રહ્યા છે.

તેમણે આગળ કહ્યુ કે RIL એ આ વર્ષ GST અને VAT ના સૌથી મોટી ચુકવણી કરી છે. અને આ 1 વર્ષમાં સૌથી વધારે ભંડોળ પણ એકઠુ કર્યુ છે.

કંપનીના કારોબાર પર વાત કરીએ તો તેમણે કહ્યુ કે Consumer બિઝનેસમાં સારો વધારો જોવાને મળ્યો છે. રાઈટ્સ ઈશ્યૂ પર બોલતા તેમણે કહ્યુ કે કંપનીના રાઈટ્સ ઈશ્યૂ થી રિટેલ શેરધારકોને જોરદાર ફાયદો થયો છે અને તેમણે 4 ગણુ રિટર્ન મેળવ્યુ છે.


તેમણે આગળ સંબોઘનમાં કહ્યુ કે RIL એ ગત વર્ષ 75,000 નવી નોકરીઓ આપી છે. કંપનીના કારોબાર પર જણાવતા કર્યુ તેમણે JIO નેટવર્ક દેશમાં 425 મિલિયન ગ્રાહકોને સેવા આપી રહ્યું છે. FY21 માં JIO ની કંસો આવક 86,493 કરોડ રૂપિયા હતી. જિઓએ FY21 માં 38 મિલિયન ગ્રાહકો ઉમેર્યા છે જ્યારે RIL સમૂહે આ વર્ષે 3.24 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

રિલાયંસ રિટેલ પર વાત કરીએ તો તેમણે કહ્યુ કે નાણાકીય વર્ષ 2021 માં રિલાયંસ રિટેલની આવક 1.53 લાખ કરોડ રૂપિયા રહી છે જ્યારે તેના EBITDA 9,842 કરોડ રૂપિયા પર રહ્યા છે.

ભારતના કુલ એક્સપોર્ટમાં RIL નો હિસ્સો 6.8 ટકા રહ્યો છે. અમે સમયથી પહેલા કર્ઝ મુક્ત થવાનું લક્ષ્ય હાસિલ કર્યુ છે.

કંપનીના O2C કારોબાર પર વાત કરીએ તો તેમણે કહ્યુ કે RIL ના બોર્ડમાં ARAMCO CHAIRMAN નું સ્વાગત છે. O2C કારોબારમાં ARAMCO સ્ટ્રેટેજિક પાર્ટરન છે. અમે ગ્લોબલ ન્યૂ એનર્જી એજેંડા પર જોર આપી રહ્યા છે. આજે દુનિયા ન્યૂ એનર્જીના યુગમાં પ્રવેશ કરી રહી છે. ગ્લોબલ એનર્જીમાં ભારત મહત્વની ભૂમિકામાં રહેશે. RIL અને ARAMCO સ્ટ્રેટેજિક પાર્ટરનશિપ તેમાં મહત્વની ભૂમિકા નિભાવશે અને Global Energy Landscape માં દેશ સૌથી આગળ રહેશે.

તેમણે જણાવ્યુ કે 2021 માં કંપનીની NEW ENERGY BIZ લૉન્ચ કરવાની યોજના છે જેમાં RIL ની લીડરશિપ રહેશે. આ યોજનાની હેઠળ Dhirubhai Ambani Green Energy GigaComplex ની સ્થાપના કરવામાં આવશે. Green Energy GigaComplex માં 4 ફેક્ટ્રરી લગાવામાં આવશે.


ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ વેબસાઈટ નેટવર્ક 18 ગ્રુપનો હિસ્સો છે. નેટવર્ક 18 ના કંટ્રોલ ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટની પાસે છએ જેની રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ એકમાત્ર બેનેફિશિયરી છે.