બજાર » સમાચાર » કંપની સમાચાર

RILએ રજૂ દેશના સૌથી મોટા રાઇટ્સ ઇશ્યૂ, ક્યા થશે ફંડનો ઉપયોગ

ના રોજ પ્રકાશિત Wed, 20, 2020 પર 14:41  |  સ્ત્રોત : Moneycontrol.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પોતાના 30 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર અને દેશના સૌથી મોટા રાઇટ્સ ઇશ્યૂ લાવ્યો છે. કંપનીના રાઇટ્સ ઇશ્યૂ આજે ખુલ્લો છે અને 3 જૂને બંધ થશે. રાઇટ્સ ઇશ્યૂ દ્વારા કંપની 53,125 કરોડ રૂપિયા એકત્ર કરી રહી છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે કંપની આ ફંડનું ઉપયોગ ક્યાં રીતે કરશે.


અહીં કરવામાં આવશે ફંડનું ઉપયોગ


તેના મેગા રાઇટ્સ ઇશ્યૂ માંથી એકત્ર કરાએલા ફંડનું ત્રણ ચૌથાઇ એટલે તે 75 ટકા દેવું ચુકવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. રાઇટ્સ ઇશ્યૂના ડૉક્યૂમેન્ટમાં કંપનીએમાં આનો ઉલ્લેખ કર્યો છે.


રાઇટ્સ ઇશ્યૂના ડૉક્યૂમેન્ટ અનુસાર, કુલ ફંડ માંથી 39,755.08 કરોડ રૂપિયા, કંપનીના દેવાનો સંપૂર્ણ અથવા થોડા ભાગ સમયસર અથવા સમય કરતા પહેલા ચૂકવવામાં આવશે. બાકીના 13,281.05 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની તેના અન્ય કામોમાં કરશે.


રાઇટ્સ ઇશ્યુ અંતર્ગત RILના પ્રત્યેક 15 શેર માટે એક શેર આપવામાં આવશે. આ શેર 1,257 રૂપિયાના શેર પ્રાઇસ પર આપવામાં આવશે. રાઇટ્સ ઇશ્યૂ લેતા માત્ર 25 ટકા રકમ આપવી પડશે બાકી રકમ ચૂકવા માટે એક વર્ષનું સમય મળશે.


અબજોપતિ કારોબારી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 30 એપ્રિલના રોજ પ્રત્યેક 15 શેરો માટે એક રાઇટ ઇશ્યૂ શેર જારી કરીને 53,125 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના જાહેર કરી છે. રાઇટ ઇશ્યૂ 1,257 રૂપિયા પ્રતિ શૅરના ભાવ પર આપવામાં આવશે. બીએસઈમાં કંપનીનો શેરનો ભાવ 1408 રૂપિયા પર મંગળવારે બંધ રહ્યો હતો.