બજાર » સમાચાર » કંપની સમાચાર

ફ્લાઇટ્સને મળી મંજૂરી તેમ છતાં હવાઈ ​​સેક્ટરમાં ચાલુ છે પગાર કપાત

ના રોજ પ્રકાશિત Fri, 05, 2020 પર 16:49  |  સ્ત્રોત : Moneycontrol.com

લોકડાઉન સમયગાળામાં તમામ ઉદ્યોગોને અસર થઈ છે, પરંતુ સૌથી વધુ અસર હવાઈ સેક્ટરને થઈ છે. આ સેક્ટરની લગભગ તમામ કંપનીઓએ તેમના કર્મચારીઓના પગારમાં ઘટાડો કર્યો છે. હવે સરકાર દ્વારા લોકડાઉને ઢીલ આપી છે અને ફ્લાઇટ્સને મંજૂરી મળી ગઈ છે, તેમ છતાં એર સેક્ટરના કર્મચારીઓના પગારમાં કાપ મુકવા માંથી મુક્તિ નથી મળી રહી.


મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છુપાયેલા સમાચાર મુજબ એર એશિયા ઇન્ડિયાએ મે અને જૂન મહિનામાં પગાર સરેરાશ 40 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એર એશિયા ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ એપ્રિલ મહિનામાં સ્વેચ્છાએ તેમના પગારમાં 20 ટકાનો ઘટાડો કર્યો હતો. કંપનીના અન્ય રેન્કના કર્મચારીઓના પગારમાં 7 થી 17 ટકાની વચ્ચે કાપ મૂકાયો હતો, જ્યારે 50 હજાર અથવા તેનાથી ઓછા પગાર મેળવવા વાળાના પગાર માંથી કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો.


ત્યોજ ટાટા અને એસઆઈએના સ્વામિત્વ વાળા વિમાન સેવા આવતા સપ્તાહમાં 6 વર્ષ પૂર્ણ થવાના છે. તેના કર્મચારીઓની સંખ્યા આશરે 2500 છે. તેમની પાસે 30 એરબસ A320 અને 600 પાઇલટ્સ છે. પાઇલટ્સ ફ્લાઇટ પર છે કે નહીં તોમ છતા 70 કલાકનો પગાર મળે છે, જેને હવે ઘટાડીને 20 કલાક કરી દેવામાં આવ્યો છે.


આવી જ રીતે ફર્સ્ટ ઞફિસરના પગાર 1 લાખ 40 હજારથી ઘટાડીને 40 હજાર કરવામાં આવ્યો છે. તેમ જ વરિષ્ઠ પાઇલટનો પગાર 3.45 લાખથી ઘટાડીને 1 લાખ કરવામાં આવ્યો છે. સૂત્રોના અનુસાર કુલ મળીને એક પાયલોટનો પગારમાં 40 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.


જો કે આ અંગે કંપની દ્વારા અધિકૃત રૂપથી કોઇ જામકારી નથી મળી. એર એશિયા ઇન્ડિયાના પ્રવક્તાએ કંપનીના આંતરિક બાબતો પર જાણકારી આવાની ના પાડી દીધી હતી. હાલમાં કંપની કોઈ નવું વિમાન નથી ખરીદી રહી, જ્યારે આવતા વર્ષે માર્ચ સુધીમાં કંપનીએ 5 માધ્યમ અને એક A320 ખરીદવાની યોજના બનાવી હતી.