બજાર » સમાચાર » કંપની સમાચાર

આ વર્ષે સેલ્સમાં દબાણ આવશે: એસએમએલ ઈસુઝુ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 12:59  |  સ્ત્રોત : CNBC-Bajar

એસએમએલ ઈસુઝુના હોલ ટાઈમ ડિરેક્ટર, ગોપાલ બંસલનું કહેવુ છે કે કંપની બસ, કાર્ગો ટ્રક, એમ્બ્યુલન્સ, વોટર ટેન્કર, ડિલીવરી વેન્સ બનાવે છે. એપ્રિલ 2020 થી કંપનીનું કોઈ સેલ્સ નથી. કંપનીએ 4 મેથી મેન્યુફેકચરિંગ ફરી શરૂ કર્યું છે. પંજાબ સરકાર તરફથી મંજૂરી મળી છે. મર્યાદિત કાર્યબળ સાથે કામ કરવાની છૂટ મળી છે.


ગોપાલ બંસલનું કહેવુ છે કે છેલ્લા 9 મહિનામાં કંપનીનું વેચાણ 14.5 ટકા ઘટ્યું છે. 9376 યુનિટ્સથી ઘટીને 8015 યુનિટ્સ થયું છે. કોરોનાની હાલ પણ અસર જોવા મળી રહી છે. સરકાર ધીરે ધીરે લોકડાઉન ખોલી રહી છે. લોકોનું કામકાજ શરૂ કરી રહી છે. ડિમાન્ડમાં દબાણ હતું. લોકડાઉને કારણે ડિમાન્ડમાં વધારે ઘટાડો થયો છે. આવનારો સમયમાં જીડીપી ગ્રોથ વધતો જોવા મળી શકે છે.


ગોપાલ બંસલનું કહેવુ છે કે 4 મે પછી અમેરી કંપનીમાં સેનિટાઇઝ કરીને ઓછામાં ઓછા વર્કરની સાથે કામ શરૂ કર્યું છે. અમે BS6નું પ્રોડક્શન માર્ચમાં શરૂ કર્યું હતું. હાલમાં તમામ ગાડિયો BS6ની છે. ગયા વર્ષે પણ ગાડિયોનું વેચાણમાં દાબાણ જોવા મળ્યું હતું. આ વર્ષે પણ વેચાણમાં દબાણ જોવા મળી શકે છે.