બજાર » સમાચાર » કંપની સમાચાર

સેમસંગે ગેલેક્સી નોટ 10 અને 10+ લોન્ચ કરી

ના રોજ પ્રકાશિત Thu, 08, 2019 પર 16:22  |  સ્ત્રોત : CNBC-Bajar

ન્યુયોર્કમાં થયેલા ગેલેક્સી અનપૈક્ડ ઈવેન્ટમાં સેમસંગે તેના ટોપ એન્ડ ફોન ગેલેક્સી નોટ 10ને ગ્લોબલ માર્કેટમાં ઉતારી દીધો છે. આ વખતે સેમસંગે પહેલી વાર ફોનના 2 વર્ઝન લોન્ચ કર્યા છે. ગેલેક્સી નોટ 10 અને બીજો છે ગેલેક્સી નોટ 10 પ્લસ.


જો બંને ફોનમાં કંઈક અલગ છે તો તે છે ડિસપ્લે. બેટરી સાઈઝ, રેમ અને સ્ટૉરેજ. નોટ 10 માં 6.3 ઈંચની ડિસપ્લે, 3500mAHની બેટરી, 8 જીબી રેમ અને 256 GB સ્ટોરેજ છે.


તો નોટ 10 પ્લસમાં 6.8 ઈંચની ડિસપ્લે, 4300mAHની બેટરી, 12 GB રેમ અને 256 GB અને 512 GBનો સ્ટોરેજ ઓપ્શન છે. ફોટોગ્રાફી માટે નોટ 10ના રેરમાં ટ્રિપલ કેમેરા છે તો નોટ 10 પ્લસમાં ક્વાડ કેમેરા છે અને સેલ્ફી માટે બંનેમાં 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.


બંને ફોનમાં SPen પણ સપોર્ટ કરે છે. નોટ 10 ની ભારતમાં કિંમત 69,999 રુપિયા છે. તો Note 10 પ્લસની શરુઆતની કિંમત 79,999 છે. આ બંને ફોનનું ભારતમાં વેચાણ 23 ઓગષ્ટથી શરુ થશે.