બજાર » સમાચાર » કંપની સમાચાર

ગૃહ મર્જર પર સેબીની મંજૂરી મળી: બંધન બેન્ક

ના રોજ પ્રકાશિત Fri, 05, 2019 પર 12:49  |  સ્ત્રોત : CNBC-Bajar

બંધન બેન્કને સેબી તરફથી ગૃહ ફાઇનાન્સ સાથે મર્જર માટે મંજૂરી મળી ગઇ છે. ત્યારે નેટવર્કે બંધન બેન્કના સીઈઓ ચંદ્રશેખર ઘોષ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે વ્યાજદર કાપનો લાભ તેઓ ગ્રાહકોને કેટલો આપી શકશે તેનું વિશ્લેષણ કરવામાં આવશે. તેમજ ટૂંક સમયમાં ગૃહ મર્જરને લઇને સીસીઆઈનો પણ સંપર્ક કરશે.


લિક્વિડિટી અને કેશફ્લોને ધ્યાનમાં રાખીને એમસીએલઆરએ નિર્ણય લીધો છે. વ્યાજદર કાપનો લાભ ગ્રાહકોને કેટલો આપી શકીશું તેનું વિશ્લેષણ કરવું પડશે. ગૃહ મર્જર પર સેબીની મંજૂરી મળી ગઇ છે. ગૃહ મર્જર પર એનસીએલટી પાસે પરવાનગી માગી છે. ટૂંક સમયમાં ગૃહ મર્જરને લઇને સીસીઆઈનો સંપર્ક કરીશું. એચડીએફસી બેન્ક દ્વારા 10% હોલ્ડિંગ પર આરબીઆઈની મંજૂરી મળી તેવી આશા. આ ત્રિમાસિકમાં 1,001 શાખાઓ હશે.