બજાર » સમાચાર » કંપની સમાચાર

Sensexના 31 વર્ષની સફર, આ રીતે નક્કી કરી 1000 થી 60,000 સુધીની એતિહાસિક સફર

સેન્સેક્સને 1,000 અંકથી 60,000 અંકનો સફર કરવામાં 31 વર્ષનો સમય લાગ્યો.
ના રોજ પ્રકાશિત Fri, 24, 2021 પર 18:54  |  સ્ત્રોત : Moneycontrol.com

સેન્સેક્સને 1,000 અંકથી 60,000 અંકનો સફર કરવામાં 31 વર્ષનો સમય લાગ્યો. આ 31 વર્ષમાં સેન્સેક્સે એતિહાસિક અને યાદગાર પ્રવાસ કર્યો. સેન્સેક્સ પહેલી વાર 25 જુલાઈ 1990ના 1,000 અંક પર પહોંચ્યો હતો. જ્યારે શુક્રવાર 24 સપ્ટેમ્બર, 2021 એ તેણે પહેલી વાર 60,000 અંકને પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યા.


31 વર્ષની મુસાફરી દરમિયાન સેન્સેક્સે ઘણા રેકોર્ડ બનાવ્યા. સેન્સેક્સે પહેલી વાર 10,000 અંકનો સ્તર 6 ફેબ્રુઆરી 2006ને પાર કર્યો. જ્યારે 29 ઓક્ટોબર 2007એ તે પ્રથમ વખત 20,000 અંકને સ્પર્શ્યો. ચાર માર્ચ 2015એતેના પહેલી વાર 30,000 અંક સુધી પહોંતવામાં સેન્સેક્સને 25 વર્ષ લાગી ગયા.


બીએસઈ બેન્ચમાર્ક ઇન્ડેક્સ 23 મે 2019 ના પહેલી વખત 40,000 ના સ્તર પર પહોંચ્યા અને તે જ વર્ષે 21 જાન્યુઆરી 2021એ તેને 50,000 અંકને સ્પર્શો હતો. તે પણ રસપ્રદ છે કે સેન્સેક્સે 50,000 અને 60,000 બન્ને અંકોને આ વર્ષે સ્પર્શ્યુ.


આ દરમિયાન સેન્સેક્સ પણ ઘણી અનિચ્છનીય ઘટનાઓનો સાક્ષી બન્યો. તેમાં 1992 માં હર્ષદ મહેતા કૌભાંડથી લઇને 1993 માં બીએસઈ બિલ્ડિંગની બહાર વિસ્ફોટ, 1999 માં કારગિલ યુદ્ધ, અમેરિકામાં આતંકવાદી હુમલો, 2012 સંસદ પર હુમલો, સત્યમ કૌભાંડ, વૈશ્વિક આર્થિક મંદી, નોટબંધી, પીએનબી કૌભાંડ અને કોરોના મહામારીના પ્રકોપ જેવા ઇવેન્ટ સામેલ છે.


સેન્સેક્સ આ વર્ષે અત્યાર સુધીમાં 25 ટકાની તેજી આવી છે. માત્ર છેલ્લા એક વર્ષમાં તે 9 ટકા વધ્યો છે. શુક્રવારે સેન્સેક્સ 163.11 એટલે કે 0.27 ટકા વધારા સાથે 60,048.47 અંક પર બંધ થયો હતો. આ તેજીમાં રિલાયન્સ, HDFC Bank અને ઇન્ફોસિસ જેવી કંપનીઓએનો પ્રમુખ યોગદાન રહ્યો.