બજાર » સમાચાર » કંપની સમાચાર

ઑટો કંપનીઓ માટે સપ્ટેમ્બર મહીનો પણ રહેશે નિરાશાજનક

ના રોજ પ્રકાશિત Mon, 30, 2019 પર 14:03  |  સ્ત્રોત : CNBC-Bajar

ઑટો કંપનીઓ માટે સપ્ટેમ્બર મહીનો પણ સારો નથી રહેવાનો. આ મહીનામાં પણ કંપનીઓના વેચાણમાં ખાસો ઘટાડો જોવાને મળી શકે છે. સપ્ટેમ્બરને લઈને ઑટો વેચાણનું શુ અનુમાન છે આવો તેના પર નજર કરીએ.

મારૂતિ સુઝુકી -
નોમુરાના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં મારૂતિનું ઘરેલુ વેચાણ વર્ષના આધાર પર 23.7 ટકા ઘટીને 117200 યૂનિટ રહી શકે છે જ્યારે એક્સપોર્ટ 8.7 ટકા વધીને 9500 યૂનિટ રહેવાની ઉમ્મીદ છે. જ્યારે કુલ વેચાણ 21.9 ટકા ઘટીને 126700 ટકા રહેવાનું આશા છે.

એમએન્ડએમ -
નોમુરાના અનુમાન મજુબ સપ્ટેમ્બરમાં એમએન્ડએમનું કુલ ઘરેલુ વેચાણ વર્ષના આધાર પર 25 ટકા ઘટીને 48450 યૂનિટ રહી શકે છે જ્યારે ટ્રેક્ટરનું વેચાણ 4.2 ટકા ઘટીને 36000 યૂનિટ રહેવાની ઉમ્મીદ છે. જ્યારે કુલ વેચાણ 16.9 ટકા ઘટીને 76950 ટકા રહેવાની આશા છે.

ટાટા મોટર્સ -
નોમુરાના મુજબ સપ્ટેમ્બરમાં ટાટા મોટર્સનું કુલ વેચાણ વર્ષના આધાર પર 47.5 ટકા ઘટીને 36700 યૂનિટ રહી શકે છે જ્યારે જેએલઆરનું વેચાણ 53000 યૂનિટના સ્તર પર સપાટ રહેવાની આશા છે.

હિરો મોટોકૉર્પ -
નોમુરાના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં હિરો મોટોકૉર્પનું કુલ વેચાણ વર્ષના આધાર પર 15.5 ટકા ઘટીને 650000 યુનિટ રહી શકે છે.

બજાજ ઑટો -
નોમુરાના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં બજાજ ઑટોનું કુલ વેચાણ વર્ષના આધાર પર 15.9 ટકા ઘટીને 422000 યૂનિટ રહી શકે છે.

ટીવીએસ મોટર્સ -
નોમુરાના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં ટીવીએસનુ કુલ વેચાણ વર્ષના આધાર પર 21.2 ટકા ઘટીને 334004 યૂનિટ રહી શકે છે.

આઈશર મોટર્સ -
નોમુરાના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં આઇશર મોટર્સના કમર્શિયલ વાહનનું વેચાણ વર્ષના આધાર પર 38.8 ટકા ઘટીને 4076 યૂનિટ રહી શકે છે.

અશોક લેલેન્ડ -
નોમુરાના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં અશોક લેલેન્ડનું કુલ વેચાણ વર્ષના આધાર પર 48.5 ટકા ઘટીને 9982 યૂનિટ રહી શકે છે.