બજાર » સમાચાર » કંપની સમાચાર

જૂન ક્વાર્ટરના પરિણામો બાદ Wiproના શેરમાં 17% વધ્યા, રોકાણકારોએ શું કરશે?

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 15:50  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોના વાયરસ રોગચાળા વચ્ચે IT સેક્ટરના મોટી કંપની વિપ્રો (Wipro)એ જૂનના પહેલા ક્વાર્ટરમાં વધુ સારા પરિણામો જાહેર કર્યા છે. પરિણામો આવ્યા પછી એક દિવસ બાદ કંપનીના શેરમાં તોફાની વધારો જોવા મળ્યો હતો. કંપનીના શૅરમાં 10 અને 15 ટકાના ઉપરી સર્કિટને તોડ્યા પછી 17 ટકા સુધી પહોંચી ગયો છે. આ વધારા સાથે શેર 268.70 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા છે. જ્યારે મંગળવારે તે આ .225 રૂપિયા પર બંધ રહ્યો હતો.


નાણાકિયા વર્ષ 2021 પહેલા ક્વાર્ટરમાં (જૂન ક્વાર્ટર)માં કંપનીનો કંસૉલિડેસન નેટ પ્રોફિટ 2390 કરોડ રૂપિયા રહ્યા છે. કંપનીના આઈટીના રેવેન્યુ આ ક્વાર્ટરમાં 14,596 કરોડ રહ્યું છે. કંપનીના કન્સોલિડેટેડ રેવેન્યૂમાં મામૂલી વધારાની સાથે 14913 કરોડ રૂપિયી રહી જે જૂન 2019 માં 14,716 કરોડ રૂપિયા થઈ ગઈ છે.


જૂન ક્વાર્ટરમાં વિપ્રોની EBIT 3.3 ટકા વધીને 2,782.2 કરોડ રૂપિયા થઈ ગઇ છે. જ્યારે EBIT માર્જિન ત્રિમાસિકના આધાર પર 146 bps વધીને 19.06 ટકા થયો છે.


ક્રેડિટ સૂઇસે સ્ટૉક ખરીદવા માટે રેટીંગમાં અપગ્રેડ કર્યું છે અને તેનો લક્ષ્યાંક ભાવ 230 રૂપિયાથી વધીને 260 રૂપિયા કર્યું છે. ક્રેડિટ સુઇસ અનુસાર કંપનીના ગ્રોથમાં ઝડપથી થઇ રહી છે. પરંતુ કંપની ખર્ચમાં પણ સંચાલન કરી રહી છે. FY21-23માં EPSને 3-6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને લક્ષ્યાંક 14 ગણો કરવામાં આવ્યો છે.