બજાર » સમાચાર » કંપની સમાચાર

SIAM એ રજૂ કર્યા ઑટો વેચાણના આંકડા

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 20:33  |  સ્ત્રોત : CNBC-Bajar

SIAM એટલે કે સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ દ્વારા ઓક્ટોબર મહિનાના ઑટો વેચાણ આંકડા રજૂ કર્યા છે. SIAMના પ્રમાણે સ્થાનિક વેચાણમાં પોણા 13 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે એક્સપોર્ટમાં પોણા ત્રણ ટકા સુધીનો મામુલી વધારો થયો છે.


પેસેન્જર કાર વેચાણ સવા 6 ટકા ઘટીને 1.73 લાખ યુનિટ્સ પર રહ્યું જ્યારે ટુ-વ્હીલર વેચાણ 14.4 ટકા ઘટીને 17.6 લાખ યુનિટ્સ પર જોવા મળ્યું.. કમર્શિયલ વ્હીકલ વેચાણમાં પણ 23.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.