બજાર » સમાચાર » કંપની સમાચાર

સ્ટીલ સેક્ટરમાં સુધારાની આશા: ટાટા સ્ટીલ

ના રોજ પ્રકાશિત Wed, 10, 2019 પર 13:05  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાટા સ્ટીલનું માનવું છે કે ઑટો ક્ષેત્રમાં નરમાશથી સ્ટીલ કંપનીઓને નુક્શાન થયું છે, પરંતું આવનાર છ મહિનામાં તેમાં રિકવરી જોવા મળી શકે છે. અમારી સાથેની ખાસ ચર્ચામાં કંપનીના એમડી ટી વી નરેન્દ્રને કહ્યું કે કમર્શિયલ વ્હિકલ સેગમેન્ટમાં સુધારો આવવાની આશા છે. તો સાથે જ તેમનું માનવું છે કે કોલસા અને આયર્નની કિંમતોમાં વધારા બાદ કંપનીઓ પાસે ભાવ વધારવા સિવાય અન્ય કોઇ ઉપાય નથી.