બજાર » સમાચાર » કંપની સમાચાર

COVID-19 ની દવાની જલ્દી ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરશે સ્ટ્રાઈડ્સ ફાર્મા

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 16:26  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોના વાયરસ મહામારીનો કહેર જેટલી તેજીથી વધી રહ્યો છે તેટલી જ તેજીથી તેની દવા ગોતવાનું પણ કામ ચાલી રહ્યુ છે. દુનિયાભરની તમામ દવા કંપનીઓ આ કામમાં લાગેલી છે. આ લિસ્ટમાં હવે સ્ટ્રાઈડ્સ ફાર્માનું નામ પણ શામિલ થઈ ગયુ છે. કંપની જલ્દી જ Covid-19 ની દવા favirpiravir ના ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરશે. સ્ટ્રાઈડ્સ દેશની બીજી દવા કંપની છે જે કોરોનાવાયરસની દવા શોધવામાં લાગી છે. કંપની કોરોના વાયરસ મહામારીની સામે એન્ટીવાયરસ દવાઓ પર એક સ્ટડી કરી રહી છે. તેની પહેલા ગ્લેનમાર્ક ફાર્મા પણ Covid-19 ની દવા બનાવામાં લાગેલી છે.

લાઇવ મિંટના મુજબ, સ્ટ્રાઈડ્સ ફાર્માના ફાઉંડર અને નૉન-એક્ઝિક્યુટિવ ચેરમેન અરૂણ કુમારે કંપનીના પરીણામ રજુ કર્યાની બાદ જણાવ્યુ, "અમે ભારતીય ડ્રગ રેગુલેટરની દવાની હ્યુમન સ્ટડી કરવાના અપ્રુવલ મળી ગયુ છે."

કુમારે એ જરૂર જણાવ્યુ કે ડ્રગ રેગુલેટરના ચીફ વીજી સોમાનીની દવાના ક્લીનિકલ ટ્રાયલની અનુમતિ મળી ગઈ છે. પરંતુ તેમણે આ વાતનો ખુલાસો નથી કર્યો કે આ દવાનું ટ્રાયલ ક્યાં ક્યાં કરવામાં આવશે.

બેંગ્લોરની આ દવા કંપનીએ 29 એપ્રિલના જાહેરાત કરી હતી કે આ પોતાની દવા માટે સેંટ્રલ ડ્રગ્સ સ્ટેંડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઈઝેશનથી ક્લીનિયલ ટ્રાયલની અનુમતી લેશે. કંપની પહેલા જ એન્ટિવાયરલ દવા વિકસિત કરી ચુકી છે જેને તે ગલ્ફના ઑપરેશન કાઉસિંલની હેઠળ ત્રણ દેશોમાં નિર્યાત કરી રહી છે.