બજાર » સમાચાર » કંપની સમાચાર

સન ફાર્મા: હાલોલ પ્લાન્ટને કલીન-ચિટ મળી

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:01  |  સ્ત્રોત : CNBC-Bajar

સન ફાર્મા અને SPARCમાં પણ આજે મજબૂતી હતી. મોટી રાહત તેમને મળી છે. હાલોલ પ્લાન્ટને ક્લીન-ચિટ આપવામાં આવી છે. યુએસએફડીએ દ્વારા પ્લાન્ટની તપાસ પૂરી કરવામાં આવી છે અને એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સપેક્શન રિપોર્ટ જાહેર કરાયો છે.


યુએસએફડીએ દ્વારા જાહેર કરાયેલી તમામ આપત્તિ પર કંપનીએ સંતોષજનક કામ કર્યા બાદ આ મંજૂરી મળી છે. 2015થી આ પ્લાન્ટ વૉર્નિંગ લેટર હેઠળ હતો. શુક્રવારે પ્લાન્ટ માટે VAI મળ્યો હતો. કંપનીની ઘણી પ્રોડક્ટ્સ આ પ્લાન્ટથી બની રહી છે, જેને હવે જલ્દી મંજૂરી મળશે એમ માની શકાય.


બ્રોકરેજ હાઉસની પ્રતિક્રિયા જોઈએ તો મોર્ગન સ્ટેનલીએ અંડરવેટ રેટિંગ સાથે 448 રૂપિયાના લક્ષ્ય આપ્યા છે. તેમના મતે આ સમાચાર અનુમાન મુજબ છે. જ્યારે આઈડીએફસી સિક્યોરિટીઝે આઉટપરફોર્મર રેટિંગ સાથે 574 રૂપિયાના લક્ષ્યાંક આપ્યા છે. તેમના મતે લાર્જકેપ ફાર્મામાં સૌથી વધુ લાભ સન ફાર્માને મળી શકે છે.