સિટી યુનિયન બેન્કના એમડી & સીઈઓ, એન કામાકોડીનું કહેવું છે કે નાણાકીય વર્ષમાં NPAમાં સુધારો આવવાની અપેક્ષા કરી રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર લોન ગ્રોથ 12 ટકા રહી છે. બેન્કનું ગોલ્ડ લોન, MSMEમાં કોન્ટ્રીબ્યુશન વધારે છે. ક્વાર્ટર 3માં એનઆઈએમ 6 ક્વાર્ટરમાં નીચલા સ્તર પર રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર વ્યાજ આવક 13.4 ટકા વધીને 555.7 કરોડ રૂપિયા પર રહી છે.
એન કામાકોડીના મતે વર્ષ દર વર્ષના આધાર પર annualised સ્લિપેજ રેશિયો 4.08 ટકા પર રહી શકે છે. ક્વાર્ટર 3 માં ગ્રોસ એનપીએ 186 કરોડ રૂપિયા પરી રહી છે. નાણાકીય વર્ષ 2023માં સ્વિપેજીસ રેશિયો 2.5-2.8 ટકા રહેવાની અપેક્ષા કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2024માં સ્વિપેજીસ રેશિયો 2.5 ટકા રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે.
એન કામાકોડીના અનુસાર કંપનીનાં ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં માર્જિનમાં સારો વધારો જોવા મળી શકે છે. કંપનીનાં સેલ્સમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. આવનારા ક્વાર્ટરમાં માર્જિમાં 3.8-4 ટકા સુધી વધારવાની યોજવા બની રહી છે. કંપનીનાં ગ્રોથમાં સારા સુધારાની યોજના બનાવી રહ્યા છે.
એન કામાકોડીનું માનવું છે કે કંપનીનાં સ્વિપેજિસમાં વધારો જોવા મળી શકે છે. કંપનીની લોન બુક પણ વધી રહી છે. કંપનીમાં કોવિડની અસર જોવા મળી હતી. આવનારા ક્વાર્ટરમાં ગ્રોથમાં વધારાની આશા કરી રહ્યા છે. કંપનીનાં રિટેલ અને કૉર્પોરેટમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.