બજાર » સમાચાર » કંપની સમાચાર

Swiggy એ રાંચીમાં દારૂની હોમ ડિલીવરી શરૂ કરી

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 15:31  |  સ્ત્રોત : Moneycontrol.com

ખાદ્ય વસ્તુઓની હોમ ડિલિવરી કરવા વાળી કંપની સ્વિગીએ રાંચી શહેરમાં દારૂની હોમ ડિલિવરી આજથી શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ, આ કંપનીએ તેમના 1100 કર્મચારીઓને કોવિડ-19માં કારોબારમાં જોરદાર અછતને કારણે કામથી કઢી મક્યા છે.


swiggyએ કહ્યું છે કે ઝારખંડ સરકારની તમામ જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત કર્યા પછી કંપનીએ રાંચીમાં દારૂની હોમ ડિલિવરી શરૂ કરી દીધી છે અને ત્યારબાદ આવતા 1 સપ્તાહમાં રાજ્યના અન્ય શહેરોમાં દારૂની હોમ ડિલિવરી શરૂ કરવાની કંપનીની યોજના છે.


આ સિવાય કંપની અનેક રાજ્ય સરકારો સાથે દારૂની હોમ ડિલિવરીની પરમિશન મળવા માટે ચર્ચા કરી રહી છે. કંપની સરકારને તેની હાલની ટેક્નોલૉજી, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય સ્તર પર તેની હાજરીની તાકાતે રાજ્ય સરકારોની મંજૂરી મેળવવા પ્રયાસ કરી રહી છે.


દારૂની સલામત ડિલિવરી કરવા માટે અને તમામ લાગુ નિયમોનું પાલન કરવા માટે, swiggyએ ઘણા ઉપાયો કર્યા છે જેમ કે ફરજિયાત રૂપે વય તપાસ અને ડિલિવરી સમયે તેની ખાતરી કર્યા પછી જ ડિલિવરી આપવું. ગ્રાહક તેની એક માન્ય સરકારી આઈડી અને તેની સેલ્ફી અપલોડ કરીને તેમની ઉંમર ચકાસી શકે છે.


કંપનીએ કહ્યું છે કે તમામ ઓર્ડર માટે એક યૂનિટ ઓટીપી હશે જે ડિલિવરી કરતા સમયે ગ્રાહક દ્વારા પ્રદાન કરવો પડશે. એનું પણ ધ્યાન રાખવું પડશે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા જથ્થાથી વધારે કોઇ પણ ગ્રાહક દારૂનું ઑર્ડર નહીં કરી શકે. રાંચીના ગ્રાહકો તેમની Swiggy appને અપડેટ કરીને wine shop કેટેગરીમાં જઇને આ સુવિધાનું લાભ મેળવી શકે છે.