બજાર » સમાચાર » કંપની સમાચાર

BMC ના ડૉક્ટરોને ફ્રી ભોજન સેવા કાલથી બંધ કરશે તાજ

ના રોજ પ્રકાશિત Fri, 22, 2020 પર 12:17  |  સ્ત્રોત : Moneycontrol.com

તાજ હોટલ છેલ્લા 2 મહીનાથી લોકડાઉનના દરમ્યાન બીએમસીના ડૉક્ટરો, નર્સ સહિત અન્ય સ્વાસ્થ્ય કર્મિઓને ફ્રી માં ભોજન ઉપલબ્ધ કરી રહ્યુ છે. પરંતુ કાલે એટલે કે 23 મે થી તાજ હોટલ્સે આ ફ્રી સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે કાલથી સશુલ્ક સેવા ઉપલબ્ધ કરવાના પ્રસ્તાવ પર મનપાની તરફથી તાજને કોઈ જવાબ નથી મળ્યો. જ્યારે બીજી બાજુ ડૉક્ટરો અને સ્વાસ્થય કર્મિઓને પોતાના ઘરેથી ભોજન લાવવાની સલાહ આપવામાં આવી છે.

કોરોના સંકટ અને લૉકડાઉનની પરેશાનીને ધ્યાનમાં રાખીને તાજ હોટલ્સ બીએમસીના હોસ્પિટલોમાં બપોરે 12 વાગ્યા થી સાંજે 6:30 ની વચ્ચે ભોજનના પેકેટ ઉપલબ્ધ કરતા હતા. મહારાષ્ટ્ર ટાઈમ્સના અનુસાર આ ભોજનના પેકેટમાં દાળ, ચોખા, સફરજનના સિવાય એક વધુ કોઈ ફળ, દહીં કેક, મીઠા પદાર્થ આપવામાં આવતો.

ડૉક્ટરે કહ્યુ કે તાજ દ્વારા મોકલેલા ભોજનના પેકેટ હંમેશા સમય પર પહોંચી જતા હતા. પરંતુ હવે તે વિભાગની તરફથી કહેવામાં આવ્યુ છે કે બધા પોતાના ઘરેથી જમવાનું લઈને આવે.

બીએમસી હોસ્પિટલમાં કેંટિનની સેવા છે પરંતુ સોશલ ડિસ્ટેંસિંગની શર્તની અનુસાર લોકોને એકત્ર થવાની પરમિશન નથી. એટલા માટે પાર્સલ સેવા આપવામાં આવી છે.

જો કે કેંટિનનો વિકલ્પ હોવાની બાવજૂદ ગુરૂદ્વારા અને કમ્યુનિટી કિચન ચલાવવા વાળા સ્થાનીય લોકોને પણ ભોજન ઉપલબ્ધ કરાવાનું કામ આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.