બજાર » સમાચાર » કંપની સમાચાર

15થી વધુ નવા સીએનજી આઉટલેટ્સ શરૂ કરવાનો લક્ષ્યાંક: મહાનગર ગેસ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 12:44  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં મહાનગર ગેસનો નફો 1 ટકા ઘટીને 123.98 કરોડ રૂપિયાની થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં મહાનગર ગેસનો નફો 124.79 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં મહાનગર ગેસની આવક 9 ટકા વધીને 581 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં મહાનગર ગેસની આવક 533.7 કરોડ રૂપિયા રહ્યા હતી.

વર્ષ દર વર્ષ આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં મહાનગર ગેસના એબિટડા 200.9 કરોડ રૂપિયાથી ઘટીને 200.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં મહાનગર ગેસના એબિટડા માર્જિન 37.6 ટકા થી ઘટીને 34.5 ટકા રહ્યા છે.

મહાનગર ગેસના સીએફઓ એસએમ રનાડેનું કહેવુ છે કે ઑવરઓલ પરફોર્મન્સ ઉત્સાહજનક રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ કેટેગરીમાં ઇમ્પોર્ટેડ ગેસ સપ્લાઇ કરીએ છીએ. ઇમ્પોર્ટેડ ગેસના ભાવમાં વધારો થતાં માર્જિન પર અસર થઈ છે. ઓપરેશનલ ખર્ચમાં પણ વધારો થતાં માર્જિન થોડા ઘટ્યા છે. ક્રૂડ આ સ્તરની આસપાસ રહેતાં રિયલાઇઝેશન સુધરશે, માર્જિનને ટેકો મળશે. 15થી વધુ નવા સીએનજી આઉટલેટ્સ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ.